શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગાયાત્રા ડુમસ રોડ લાલભાઈ કોન્ટ્રાકટરથી રાહુલરાજ મોલ થઈ કારગીલચોક સુધી પદયાત્રા સ્વરૂપે યોજાનાર છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા છે. ત્યારબાદ તિરંગાયાત્રા સ્થળે પહોંચી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમ સ્થળ પર દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ હોવાથી દેશ ભક્તિસભર માહોલ છવાયો હતો.
સુરતીઓ ખાનપાનના શોખીન છે એટલા દેશપ્રેમીઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ હર ઘર ત્રિરંગા ગીત લોન્ચ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જે હાકલ કરી છે તેને ઝીલી લઈએ અને ઘર ઘર તિરંગો લહેવારાવીએ. સુરતીઓ ખાનપાનના શોખીન છે એટલા દેશપ્રેમી છે. કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામા આવ્યુ છે. તેમાં મોટી સંખ્યામા જોડાશો તેવી અમારી અપેક્ષા છે. ગુજરાતથી દેશભરમાં સંદેશો પહોંચવો જોઇએ.
PM દ્વારા દેશભરમાં ઘર ઘર ત્રિરંગો પહોંચાડવા પ્રયાસઃ પાટીલ
સી. આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશભરમાં ઘર ઘર ત્રિરંગો પહોંચાડવા માટે પ્રયાસ કર્યા છે. પોતાના ખર્ચે ધ્વજ ખરીદવા જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયામાં મૂકજો. જેથી લોકોને પ્રોત્સાહન મળશે. દરેક વ્યક્તિ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી શકશે. ધ્વજ ફરકાવવા માટેનાં નિયમનોમાં ફેરફાર કર્યા છે.
તિરંગાયાત્રાના રૂટ પર ડાયવર્ઝન
આમ જનતાને અવરજવરમાં કોઈ અડચણ ન થાય તે માટે તિરંગા યાત્રાના રૂટ પર પદયાત્રા પુરી ન થાય ત્યા સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારથી શરૂ થઈ બપોર સુધી પૂરો થવાનો હોઈ ટ્રાફિકની વધુ સમસ્યા જોવા નહીં મળે.
આ રૂટો ડાયવર્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.