બફારાની સ્થિતી:સુરતમાં બે દિવસ પછી વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી, નજીવા વધારા સાથે તાપમાન 34.5 ડિગ્રી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
5 દિવસનું ફોરકાસ્ટ (ડિગ્રી) - Divya Bhaskar
5 દિવસનું ફોરકાસ્ટ (ડિગ્રી)
  • રાત્રિનું તાપમાન વધશે, બફારાની સ્થિતી

શહેરમાં 21 મેથી આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં 1થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી છે. જેથી રાત્રે ગરમીનું પ્રમાણ વધવા સાથે બફારા-ઉકળાટની સ્થિતિ અનુભવાશે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દરિયાઇ પવનની પેટર્ન વચ્ચે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહે છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ 27.6 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.3 ડિગ્રી અને લઘુત્તમમાં 0.2 ડિગ્રીનો વધારો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 58 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 9 કિ.મીની ગતિએ પવન ફૂંકાયો હતો. હાલના ફોરકાસ્ટ મુજબ મેના અંત સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જવાની શક્યતા નહિંવત છે. જેથી શહેરીજનોને આકરી ગરમીથી રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...