હવામાન:આજથી વાદળ છવાશે, કાલથી 2 દિવસ ઝાપટાં પડવાની વકી

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાઇ પવનો ફૂંકાતાં ભેજનું પ્રમાણ વધ્યું
  • તાપમાન 5 ડિગ્રી સુધી ગગડી જઈ ઠંડી વધશે

વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુરુવારથી શહેરમાં ત્રણ દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. જ્યારે આવતીકાલે 7થી 8 જાન્યુારી દરમ્યાન શહેરમાં અતિ હળવાથી હળવા વરસાદની સંભાવના છે. જેમાં શહેરમાં 6 મીમી સુધીનો સામાન્ય વરસાદ પડવાની આગાહી છે.

આ સાથે દિવસ અને રાત્રિના તાપમાનમાં પાછલા દિવસોની સરખામણીમાં મહત્વપૂર્ણ ઘટાડાની શક્યતા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન ક્રમશ: 5 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેથી ઠંડીનું પ્રમાણ ફરી એકવાર વધશે. પવનની પેટર્ન દક્ષિણ-પશ્ચિમ દિશાની રહેશે. એટલું નહીં હવામાં ભેજનું પ્રમાણ વધવાની સંભાવના છે.

મહત્તમ તાપમાન 22થી 29 ડિગ્રી વચ્ચે અને લઘુત્તમ તાપમાન 15થી 19 ડિગ્રી વચ્ચે રહેશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 88 ટકા અને સાંજે 59 ટકા રહ્યું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 6 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...