• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Despite The Closure Of Dumas Beach Following Cyclone, Suratis Went For A Stroll On The Beach As It Was Sunday, Locals Explained And Sent Back

જોખમી સાહસ:તાઉ-તે વાવાઝોડાના પગલે ડુમસ બીચ બંધ છતાં સુરતીઓ રવિવાર હોવાથી દરિયા કિનારે લટાર મારવા નીકળ્યા, સ્થાનિક લોકોએ સમજાવીને પરત મોકલ્યા

સુરત7 મહિનો પહેલા
સવારથી જ ડુમસ રોડ પર વાહનોનો ઘસારો જોવા મળ્યો.
  • ગામલોકોએ સહેલાણીઓને સમજાવી દરિયાકિનારે ન જવા સૂચન કર્યું

તાઉ-તે વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર તૈયારી કરી રહ્યું છે. જેથી ડુમસ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે. સુરતીઓ પોતાના સ્વભાવગત રવિવારે મોટી સંખ્યામાં ઘરેથી બહાર નિકળતા દેખાઈ રહ્યા છે. સવારે જ ડુમસ તરફ જતા સહેલાણીઓ નજરે પડ્યા હતા. ડુમસ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનોની અવરજવર પરથી જ અંદાજ લગાવવામાં આવતો હતો કે રવિવાર હોવાથી સુરતીઓ લટાર મારવા નીકળ્યા છે. જોકે, ગામલોકોએ ડુમસ દરિયા કિનારા તરફ જતા સુરતીઓને સમજાવીને પરત મોકલ્યા હતા.

દરિયાકાંઠા તરફ જવું જોખમી પૂરવાર થઈ શકે
ડુમસ તરફ સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા નજરે પડતાં ગામલોકો રસ્તા પર ઉભા રહીને વાહનચાલકોને સમજાવી પરત મોકલ્યા હતા. વાવાઝોડાના કારણે વધુ પવન ફૂંકાય શકે છે તેમજ ભારેથી અતિભારે વરસાદ પણ થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. તેથી દરિયાકાંઠા તરફ જવું જોખમી પૂરવાર થઈ શકે છે. સ્થાનિક લોકોએ વાવાઝોડાની ગંભીરતા જોતા શહેર તરફથી આવતા સહેલાણીઓને સમજાવી દરિયાકિનારે ન જવા સૂચન કર્યું હતું.

ડુમસ બીચ તરફ જવા અને આવવાના રસ્તા પર ટ્રાફિક સર્જાયો.
ડુમસ બીચ તરફ જવા અને આવવાના રસ્તા પર ટ્રાફિક સર્જાયો.

ડુમસ અને સુવાલી બીચ તંત્ર દ્વારા બંધ
વહીવટી તંત્ર દ્વારા ગઇકાલે જ ડુમસ દરિયાકિનારો તેમજ સુવાલી દરિયાકિનારો સહેલાણીઓ માટે બંધ કરી દેવાયો હતો તેમજ કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરી દેવાયા હતા ઓલપાડ, ચોર્યાસી તાલુકાના અને મજુરાના ગામોને એલર્ટ કરી સ્થાનિકોને માછીમારી કરવા ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે દરિયાકાંઠાના કાચા-પાકા ઘરમાં રહેતા લોકોને અન્ય સ્થળે ખસેડવા માટેની પણ તૈયારી વહીવટીતંત્રે કરી લીધી છે.

લોકો બાળકો સાથે દરિયા કિનારે લટાર મારવા નીકળી પડ્યા.
લોકો બાળકો સાથે દરિયા કિનારે લટાર મારવા નીકળી પડ્યા.

કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો થતા ફરવા નીકળી પડ્યા
સુરતીઓ સામાન્ય રીતે કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન ઘરમાં થયું નીકળવાનું ટાળી રહ્યા હતા. પરંતુ અત્યારે જ્યારે કોરોના સંક્રમણ ઓછું થયું છે. તેવી માનસિકતા થતાં આજે ફરી સવારે સુરતીઓ લટાર મારવા નીકળ્યા હતા. આવી જોખમી સ્થિતિમાં પણ સુરતીઓ મોજ મસ્તી કરવાનું ટાળતા નથી. વહીવટીતંત્ર વારંવાર સૂચના આપે છતાં પણ દરિયા કિનારા તરફ જવાનું જોખમી સાહસ કરી રહ્યા છે.