તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ ગંભીર હોવાથી સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સુરત દક્ષિણ ગુજરાત સાથે સંકળાયેલું મહત્વનું શહેર છે. સોનગઢ, વ્યારા, વાલોડ, માંડવી, બારડોલી, નવસારી, ગણદેવી, બીલીમોરા, અમલસાડ, વાંસદા અને ચીખલીના લોકો નોકરી, ખરીદી કે ધંધા માટે સુરત અવરજવર કરતાં હોય છે. તેમને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે, હાલમાં અગત્યના કામ સિવાય સુરત આવવું હિતાવહ નથી. અગત્યનું કામ પણ ઇમરજન્સી એટલે કે સારવારનું જ હોય તો આવવું.
ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડનું ભારણ વધારે
સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ-19 સિવાયની તમામ ઓપીડી બંધ કરી દેવામાં આવી છે. ફક્ત ઇમરજન્સી હોય તેવા દર્દીઓની જ તબીબી તપાસ કરવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડનું ભારણ વધારે છે. રાજ્ય સરકારે પણ સિવિલમાં કોવિડ સિવાયની તમામ ઓપીડી બંધ કરવાનો મેસેજ સતાધીશોને મોકલી આપ્યો છે. જો તમારા સંબંધી, મિત્રો કે પડોશીઓ અજાણ હોય તો તેમને આ માહિતી પહોંચાડવા આપ સૌને નમ્ર વિનંતી કરવામાં આવે છે.
બહારથી આવતા સંક્રમિતોથી સંક્રમણનું સંકટ
સુરત શહેર અને જિલ્લાના તેમજ તાપી જિલ્લા નવસારી જિલ્લા વલસાડ જિલ્લામાંથી સુરત તરફ આવતા લોકો ઇમરજન્સી કામ વગર આવવાનો ટાળે એ પ્રકારની અપીલ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેથી કરીને સુરત શહેરમાં જે પ્રકારનું સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે તેને કંઈક અંશે અંકુશમાં લાવી શકાય છે. સુરત શહેરમાં આવતા બહારથી અન્ય જિલ્લાના લોકો પણ સંક્રમિત હોવાથી સંક્રમણનું સંકટ ઊભું કરી શકે છે. જેથી દરેક લોકોએ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી કામ વગર સુરત શહેરમાં આવવા માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે.
દર્દીઓને સારવાર આપવી પણ મુશ્કેલ
રેસિડેન્ટ ડોકટરોએ પણ રજૂઆત કરી હતી કે ઓપીડીમાં કામનું ભારણ સતત વધી રહ્યું છે. તેના કારણે દર્દીઓને સારવાર આપવી પણ મુશ્કેલ થઈ રહી છે એક તરફ કોરોનાના દર્દીઓમાં મોટાભાગનો સ્ટાફ કામે લાગ્યો છે. બીજી તરફ ઓપીડીમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
કોવિડ હોસ્પિટલ ફૂલ, સિવિલમાં 183 બેડ બાકી
સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે, જ્યારે સિવિલની બિલ્ડીંગમાં પણ માત્ર 183 બેડ બાકી છે. કિડની હોસ્પિટલમાં કોરોનાની OPD શરૂ કરી છે તેમજ વલસાડથી 16 રેસિડન્ટ તબીબ બોલાવાયા છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.