તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:RTOમાં મુખ્ય ગેટ બંધ,પાછલા બારણેથી પ્રવેશ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
RTOમાં ગેટ પર તાળું મારી દેવામાં આવે છે - Divya Bhaskar
RTOમાં ગેટ પર તાળું મારી દેવામાં આવે છે
  • ગેટ બંધ કરાતા હજારો લોકોને મુશ્કેલી

સુરત આરટીઓના મુખ્ય ગેટ પર ખંભાતી તાળું લટકાવી દેવાતા અરજદારો અટવાઈ રહ્યાં છે. આરટીઓની પાછળના ભાગે આવેલા ગેટ નં.4 સિવાય તમામ ગેટ બંધ કરી દેતા અરજદારે પાછળના બારણે આરટીઓમાં ઘુસવું પડે છે. આ વિશેની જાણકારી ન હોવાથી અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આરટીઓમાં સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં છે. વ્યક્તિ ગેટ નં.4થી આવીને સિંગલ વિન્ડો પ્રમાણે પોતાની બારી પર જઈ કામ પૂરું કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...