તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ઇન્ડિયા દ્વારા ભારતના અલગ અલગ રાજ્યના લોકલ અને વિદેશી પ્રવાસી પક્ષીઓની માહિતી આપતી એક પોકેટ ફિલ્ડ ગાઈડ બુક "બર્ડસ ઓફ ગુજરાત' પબ્લિશ કરવામાં આવી. જેમાં સુરતના ફોટોગ્રાફર ડો.વિજયેન્દ્ર દેસાઇના ફોટોગ્રાફની પસંદગી કરવામાં આવી છે.
આ પુસ્તકમાં વિવિધ જગ્યાના પક્ષીઓના કુલ 34 ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા છે. જેમાંથી 26 ફોટો ડો. વિજયેન્દ્ર દેસાઈ દ્વારા ક્લિક કરાયેલા ફોટોગ્રાફ્સ છે. તેમજ પુસ્તકના કવર પેજ પર ડો. વિજયેન્દ્ર દેસાઈ દ્વારા ક્લિક કરાયેલ પક્ષીનો ફોટો લેવામાં આવ્યો છે. જે પર્પલ રમ્પ્ડ સનબર્ડ (ફૂલસૂંઘણી શક્કરખોરો) નો ફોટો છે. જે શહેરની એક કોલેજની બારીમાંથી બ્રેકના સમયે ક્લિક કરવામાં આવ્યો હતો.
પક્ષીઓની વિગતવાર માહિતી અપાઈ છે
આ પુસ્તક પક્ષીઓ વિષેની નાની નાની બાબતોની માહિતી આપે છે. જેમ કે પક્ષીના ફોટોની સાથે એનું ગુજરાતીમાં નામ, એનું કદ, અવાજ કઈ રીતે કરે, કયા વિસ્તારમાં મળે છે, પક્ષીઓને ઓળખવાની રીત, એના શરીરના વિવિધ અંગો વિશેની માહિતી પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તકમાં 100% રીસાઇકલ થઇ શકે એવાં કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કુદરતી સંપત્તિને કોઈ નુકસાન થાય નહિ.
ટીંટોડીના બચ્ચા સાથેની ક્લિક માટે 30 મિનિટ રાહ જોવી પડી હતી
હું સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર મારા ક્લિક કરાયેલ ફોટો અપલોડ કરું છું. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરના ગુજરાતના હેડે મેં ક્લિક કરેલા પક્ષીઓના ફોટાઓ જોઈને મારો સંપર્ક કર્યો હતો. સુરતમાં આવેલા તેના ગામમાં હું પક્ષીઓના ફોટો પાડવા ગયો હતો ત્યારે આ પક્ષીની બાજુમાં મને બીજું કંઈક ચાલતું દેખાયું. અને ધ્યાનથી જોયું તો તે એનું બચ્ચું હતું, પછી તો દૂરથી જમીન પર સુતા સુતા એની નજીક ગયો અને અડધો કલાક રાહ જોયા પછી ટીટોડીની એના બચ્ચા સાથેની આવી અદભુત ક્લિક મને મળી હતી.- ડો.વિજયેન્દ્ર દેસાઈ, ફોટોગ્રાફર
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.