તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો ચુકાદો:રૂ.100ની લાંચમાં રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સના ક્લાર્કને 2 વર્ષની સજા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

14 વર્ષ પહેલાંના રૂપિયા 100ની લાંચ લેવાના કેસમાં સંડોવાયેલાં રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સના કલાર્ક એવા આરોપી દિલીપ સિંહ યાદવને સ્પેશિયલ એ.સી.બી.ની કોર્ટે તકસીરવાર ઠેરવી બે વષર્ની સજા અને રૂપિયા દસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. આ સાથે જ વર્ષ 2021માં કોર્ટમા લાંચને લગતા સાત કેસનો નિકાલ કરાયો છે જેમાં ચાર કેસમાં સજા થઈ છે.

કેસની વિગત મુજબ આરોપી દિલિપસિંહ યાદવે ફરિયાદી પાસે પેઢીની નોંધણી અંગેના પ્રમાણપત્ર આપવાની અવેજમાં રૂપિયા 100ની લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ સમગ્ર હકીકત એસીબીને જણાવતા આરોપીને રંગે હાથે ઝડપી પાડવા માટે છટકું ગોઠવાયું . તા. 16મી માર્ચ, 2007ના રોજ આરોપી સાહેદોની હાજરીમાં લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. ગુનાની ચાર્જશિટ રજુ થયા બાદ આરોપી સામે ચાલેલાં કેસમાં પુરાવાઓના આધારે આરોપી દોષિત ઠેરવાયો હતો.

રૂપિયા 50 થી 200 સુધીની લાંચ લેવાતી
એસીબીને જે તે સમયે માહિતી પણ મળી હતી કે આરોપી કચેરીએ આવનારા અરજદારો પાસે પેઢીની નોંધણીના પ્રમાણપત્ર આપવા માટે રૂપિયા 50થી લઇ 200 સુધીની લાંચ માગતો હતો.

આરોપીની ઉંમર હાલ 60 વર્ષની
આરોપી સરકારી નોકરી 21 વર્ષની છે. જ્યારે હાલ તેની ઉંમર 60 વર્ષની છે. કોર્ટે ચુકાદો આપતા નોંધ્યુ હતુ કે આરોપી સામેનો ગુનો દેશના અર્થતંત્રને નુકશાન કરતો ગુનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો