વિધાનસભાની પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાના નાટ્યત્મક રીતે ફોર્મ ખેંચવાના બીજા જ દિવસે અને ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ રહસ્યમય રીતે ફોર્મ ખેંચી લેતાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાં જ પૂર્વ વિધાનસભા બેઠક ગુમાવી દીધી છે. પૂર્વ વિધાનસભા બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ થશે.
આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી આ બેઠક પર ચિત્ર સપષ્ટ થઇ ગયું છે. પૂર્વ બેઠક પર અપક્ષ સહિત કુલ 14 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ થશે. આપ પાર્ટીના ઉમેદવાર ખસી જતાં પૂર્વ વિધાનસભા વિસ્તારના ઇવીએમ મશીનમાં ઝાડૂનું બટન આવશે નહિં.
ડમી ઉમેદવાર સલીમ મુલતાની ફોર્મ ખેંચ્યું ન હોત તો ઝાડૂના ચિન્હ પર ચૂંટણી લડવા આમ આદમી પાર્ટી પ્રક્રિયા કરવાની હતી. જો કે, સલીમ મુલતાનીએ એ પહેલાં જ ફોર્મ ખેંચી લેતાં દાવ ઊંધો પડી ગયો છે. આપના ઉમેદવાર કંચન જરીવાલાના ઉમેદવારી ફોર્મ ખેંચવાની ઘટનાને બે દિવસ થઇ ગયા છતાં હજુ સુધી ચૂંટણીમાં વ્યસ્ત આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી નથી. આપના પ્રવક્તાએ જણાવ્યું કે, આગામી દિવસમાં સસ્પેન્ડ કરવામાં આવશે.
રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપો
પૂર્વ બેઠકના સમગ્ર ખેલમાં મહત્વની બાબત એ છે કે, આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી ફોર્મ ખેંચ્યા બાદ એક નિવેદન આપ્યું હતું કે, આપ પાર્ટીએ તેમની પાસેથી ખર્ચાના રૂપિયા માંગ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જો કે, બીજીતરફ આ આક્ષેપોનું આમ આદમી પાર્ટીએ ખંડન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.