• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Cleaning Of Water Tanks Of 27 Villages And Two Municipalities In The City, Water Quality In Bhatha Deteriorated After Hardening, The Municipality Says, The File Is Still Under Approval

બેદરકાર તંત્ર:શહેરમાં સમાવિષ્ટ 27 ગામડાં અને બે પાલિકાની પાણીની ટાંકીઓની સફાઈ ટલ્લે, કઠોર બાદ ભાઠામાં પાણીની ગુણવત્તા બગડી, પાલિકા કહે કે, ફાઈલ મંજૂરી હેઠળ જ છે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં સમાવિષ્ટ નવા ગામોની મિલકતો પર પાણી વેરો લાદવાની કવાયત સુરત પાલિકાએ કરી છે પણ પાણીની સુવિધા તથા તેની ગુણવત્તાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. ભાઠા ગામમાં પાણીની ગુણવત્તા બગડ્યાની ફરિયાદ કરાઈ છે.

ગ્રામજનોએ કહ્યું કે, આ અંગે પાલિકાના રાંદેર ઝોનમાં પણ રજૂઆત કરવા છતાં નળીકાની યોગ્ય સફાઇ કરાઇ નથી. એટલું જ નહીં પણ પાલિકામાં સમાવી લેવાયાના દોઢ વર્ષ બાદ પણ હજુ સુધી ટાંકીની સફાઇ થઈ નથી. આ અંગે પાલિકાએ નવા સમાવિષ્ટ તમામ ગામોની ઓવરહેડ ટાંકીની સફાઇ કરવાની પ્રક્રિયા મંજૂરી હેઠળ અટવાઇ હોવાનું રટણ કરે છે. ભાઠા ગામના માજી સરપંચ નિલેશભાઇ પટેલે કહ્યું કે, ગામની ઓવરહેડ ટાંકી એકમાત્ર પાણી સ્ત્રોત છે. હાલમાં જ ટાંકીની ઇલેક્ટ્રિક મોટર ખોટકાયા બાદ ગ્રામજનો પીવાના પાણી માટે વલખાં મારતા થઇ ગયાં હતાં.

આવી પરિસ્થિતિ ગ્રામપંચાયતના શાસનમાં પણ જોવા મળી ન હતી. જ્યારે શહેરમાં સમાવી લેવાયાના દાવા બાદ પણ ભાઠા ગામને શહેર જેવી સુવિધા મળી નથી. તેમણે કહ્યું કે, યોગ્ય સફાઇ અને મેઇન્ટેનન્સના અભાવે પીવાના પાણીની ગુણવત્તા કઠળી છે. આ અંગે રાંદેર ઝોનમાં રજૂઆત કરવા છતાં સપ્લાય નળીકાની માવજાત કરવામાં આવી નથી. રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર વસાવાએ કહ્યું કે, પાણીની ટાંકી તથા નળીકાની સફાઇ માટેની કામગીરીની ફાઇલ મંજૂરી હેઠળ છે.

તમામ ખર્ચના એસ્ટિમેટ સાથે મધ્યસ્થ હાઇડ્રોલિક વિભાગને પણ જાણ કરાઇ છે. જે અંગે સૈદ્ધાંતિક નિર્ણય લેતાં જ મરામત કાર્ય શરૂ કરાશે. આ અંગે મધ્યસ્થ હાઇડ્રોલિક વિભાગના ધર્મેશ ભગવાકરે કહ્યું કે, શહેરમાં સમાવિષ્ટ તમામ 27 ગામ અને બે નગરપાલિકાઓમાં આવેલી ઓવરહેડ ટાંકીઓની સફાઇ અંગે એકસાથે નિર્ણય લઇ નજીકના દિવસોમાં કામ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...