• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Cleaner Of Private Bus Reached Surat After Drinking Poisonous Liquor In Barwala, Suddenly Stopped In Plain Sight, Unconscious, Under Treatment In Smeer Hospital

લઠ્ઠાકાંડની અસર સુરતમાં:બરવાળામાં ઝેરી દારૂ પીધા બાદ ખાનગી બસનો ક્લીનર સુરત પહોંચ્યો, એકાએક આંખે દેખાતું બંધ થયા બાદ બેભાન થતા હોસ્પિટલમાં દાખલ

સુરત2 મહિનો પહેલા

બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે. ખાનગી બસમાં ક્લીનર તરીકે કામ કરતા બલદેવ નામના વ્યક્તિએ બરવાળા ખાતે દેશી દારૂ પીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા તેણે દારૂ પીધો હતો ત્યારબાદ તેની તબિયત લથડી હતી. સુરત આવતા જ એકાએક દેખાતું બંધ થઈ બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. બસના ડ્રાઇવર તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયો હતો.

બરવાળામાં જ પહેલાં તબિયત લથડી હતી
બસના માલિકે જણાવ્યું કે બલદેવે બરવાળા ખાતે દારૂ પીધો હતો ત્યારબાદ તેની તબિયત ત્યાં જ લથડી હતી પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેને થોડું સ્વસ્થ લાગતું હતું અને તેને કારણે તે બસમાં ફરીથી સુરત આવી ગયો હતો. જોકે રાત્રે સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાવેલ્સ પાર્ક કરીએ છીએ ત્યાં આગળ એકાએક જ તેની તબિયત લથડી હતી. તેને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું એવું બલદેવનું કહેવું હતું અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો. આ બાબત અમારા ધ્યાન પર આવતાની સાથે જ અમે તેને હોસ્પિટલે સારવાર માટે લઈ આવ્યા છે.​​​​​

બલદેવ નામના ઇસમે બરવાળા ખાતે દારૂ પીધો હોવાનું બસના માલિકે જણાવ્યું.
બલદેવ નામના ઇસમે બરવાળા ખાતે દારૂ પીધો હોવાનું બસના માલિકે જણાવ્યું.

ફરીથી તબિયત લથડતા સારવાર માટે દાખલ
કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ગોહિલે જણાવ્યું કે બલદેવ નામના ઇસમે બરવાળા ખાતે દારૂ પીધો હોવાનું બસના માલિકે અમને જણાવ્યું છે. દારૂ પીધા બાદ ત્યાં પણ તેની તબિયત લથડી હતી પરંતુ ફરીથી સ્વસ્થ થતા તે બસમાં જ સુરત આવ્યો હતો અને અહીં ફરીથી તબિયત લથડતા તેને સારવાર માટે દાખલ કરાયો હોવાની વાત પણ તેમણે કરી છે .અત્યારે અમે આ બાબતે તપાસ કરી રહ્યા છે. બલદેવને હાલ સારવાર આપવામાં આવી રહી છે.