પોલીસે સમાધાન કરાવ્યું:સુરતના ડુમસ રોડ સ્થિત સાસ્કમા કોલેજમાં યુવતની છેડતી મુદ્દે NSUI અને ABVP વચ્ચે મારામારી

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડુમસ રોડની સાસ્મા કોલેજમાં SNUI-ABVP વચ્ચે મારામારી થઈ હતી. - Divya Bhaskar
ડુમસ રોડની સાસ્મા કોલેજમાં SNUI-ABVP વચ્ચે મારામારી થઈ હતી.
  • NSUIના વિદ્યાર્થીએ મશ્કરી કરી હોવાનો ABVPનો આક્ષેપ, પોલીસમાં સમાધાન

ડુમસ રોડ સ્થિત સાસ્કમા કોલેજમાં શુક્રવારે એનએસયુઆઇ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે છુટાહાથની મારામારી થઇ હતી. એનએસયુઆઇના શહેર પ્રમુખને ખુરશી અને ફટકાથી માર મરાયો હતો. મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યા બાદ સાંજે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. સાસ્કમા કોલેજ પર પહોંચેલા NSUIના મયુર ધાનેકરને ખુરશી અને ફટકો મારતા પગમાં ફ્રેકચર થયું હતું. જ્યારે ABVPના એક વિદ્યાર્થીને માથામાં ઇજા થઈ હતી.

આચાર્ય આશિષ દેસાઇએ પોલીસને જાણ કરતા ઉમરા પોલીસ તમામને પોલીસ મથકે લઇ આવી હતી. જ્યાં બંને પક્ષે નેતાઓએ મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું. મયુરના જણાવ્યા પ્રમાણે એક વિદ્યાર્થિનીની છેડતી થઇ હતી. જેથી ABVPના વિદ્યાર્થીને કહેવા જતા ઝઘડો થયો હતો. ABVPએ કોલેજમાં નવા વિદ્યાર્થીઓને NSUI દ્વારા GS સહિતના અંગે ખોટી માહિતી આપીને પોતાની તરફ લેવાનો પ્રયાસ થતા વિવાદ થયો હોવાનું જણાવ્યું હતું.

હકીકત જાણવા માટે કોલેજે તપાસ કમિટી બનાવી
ABVP અને એનએસયુઆઇના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા મારામારીમાં પોલીસે દોડવુ પડ્યું હતું. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી કેમ થઇ અને કસુરવાર સામે કડક પગલા લઇ શકાય તે માટે કોલેજ દ્વારા તપાસ કમિટી બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...