જૂથ અથડામણ:સુરતના નાનપુરામાં મોડી રાતે કારને ટક્કર લાગવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ, પથ્થરમારો અને કાચની બોટલો ફેંકાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડી રાતે નજીવી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા. - Divya Bhaskar
મોડી રાતે નજીવી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા.
  • પોલીસ કાફલો અને ખુદ સુરત પોલીસ કમિશનર ઘટના સ્થળે દોડી ગયા હતા

સુરતના નાનપુરા વિસ્તારમાં મોડી રાતે કારને ટક્કર લાગવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સામે સામે પથ્થરમારો અને કાચની બોટલો ફેંકાઈ હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો અને ખુદ સુરત પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગણતરીના કલાકોમાં પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

ઝઘડો થયા બાદ મામલો બીચકાયો
નાનપુરા ઝીંગા સર્કલ પાસે લાપસીવાલની ચાલ પાસે મંગળવારની મોડી રાતે નજીવી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા હતા. ગાડીની ટક્કર લાગવા મુદ્દે ઝઘડો થયા બાદ મામલો બીચકાયો હતો. જોત જોતામાં અહી હંગામો મચી ગયો હતો અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો અને કાચની બોટલો ફેંકાઈ હતી. જેને લઈને રાત્રીના સમયે અહીં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ આ બનાવની જાણ તથા ક્રાઈમ બ્રાંચની ટીમ સહિતનો પોલીસ કાફલો અને ખુદ પોલીસ કમિશનર અજય કુમાર તોમર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. તેમજ રાત્રીના સમયે જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી
પોલીસે જણાવ્યું હતું કે લાપસીવાલા ચાલ પાસે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ બનાવી જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ મામલામાં સંડોવાયેલા આરોપી સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. કારને ટક્કર લાગવા મામલે ઘર્ષણ સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...