તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સિવિલના હિમોફિલીયા ડે કેર સેન્ટરના કર્મીઓ હડતાળ પર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 6 મહિનાથી પગાર ન થતાં રોષ ફેલાયો

સિવિલના હિમોફિલીયા ડે કેર સેન્ટરના તબીબ સહિતના કર્મચારીઓને છ મહિનાથી પગારની ચુકવણી ન થતા સોમવારે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જેને લઈ ડે કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચેલા હિમોફિલીયાના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં કોર્પોરેટ કંપનીના સહયોગથી હિમોફિલીયાના દર્દીઓ માટે ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા છ વર્ષથી ચાલતા આ ડે કેર સેન્ટરમાં ખાનગી કોર્પોરેટ કંપનીના સહયોગથી દર્દીઓને વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. જોકે છેલ્લા છ મહિનાથી ડે કેર સેન્ટરમાં ફરજ બજાવતા તબીબ, 2 નર્સ, લેબ ટેક્નિશ્યન, કાઉન્સેલર, ડેટા ઓપરેટર સહિત 6 વ્યક્તિના સ્ટાફને પગારની ચુકવણી કરવામાં આવી ન હતી. આખરે સોમવારે કર્મચારીઓ સ્ટ્રાઈક પર ઉતરી ગયા હતા. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેટ કંપની દ્વારા રોગી કલ્યાણ સમિતીમાં ફંડ પણ જમા કરાવી દેવામાં આવ્યું છે છતાં તેમને પગાર ચુકવવામાં આવ્યો નથી. જેને કારણે અમારી પાસે હડતાળ પર ઉતરવા સિવાય કોઈ રસ્તો નથી.

આ અંગે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે આ વાત મારા ધ્યાન પર આવી છે. 24 કલાકમાં કર્મચારીઓને પગાર ચુકવવા માટે ઓર્ડર થઈ જશે અને સેન્ટર પુર્વવત કાર્યરત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...