તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મા કાર્ડની કામગીરી સેન્ટરોમાં બંધ થતાં સિવિલમાં ધસારો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસમાં 66 લોકોને મા કાર્ડ અપાયા

ખાનગી સેન્ટરોમાં ‘મા કાર્ડ’ની કામગીરી બંધ કરાતા સિવિલ હોસ્પિટલમાં કાર્ડ કઢાવવા લાભાર્થીઓનો ધસારો વધ્યો છે. જોકે સિસ્ટમ વારંવાર બંધ થતા અને સરવર ડાઉન થવાના કારણે ‘મા કાર્ડ’ની કામગીરી પર અસર થઈ રહી છે.

બીજી તરફ વેરીફીકેશન પણ સમયસર આવતું ન હોવાના કારણે પણ લાભાર્થીઓને હાલાકી પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મા કાર્ડની કામગીરી ખાનગી સેન્ટરોમાં બંધ કરી દેવાઈ છે. હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં તેમજ સેન્ટરોમાં જ કામગીરી કરાતી હોવાથી સિવિલ હોસ્પિટલમાં યોજનાનો લાભ લેવા લાભાર્થીઓનો ધસારો વધી ગયો છે. છેલ્લા 3 દિવસમાં સિવિલમાં 66 લાભાર્થીને કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...