સર્ટિફિકેટ મળતા સવાલો:સુરત નવી સિવિલ હોસ્પિટલને NABH એક્રેડિટેશન સર્ટિફિકેટ મળ્યું, સુવિધાનો અભાવ છતાં સર્ટિફિકેટઃ આપ નેતા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કન્સ્ટીટ્યૂટ બોર્ડ ઓફ ક્વાલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સર્ટિફિકેટ અપાયું. - Divya Bhaskar
કન્સ્ટીટ્યૂટ બોર્ડ ઓફ ક્વાલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સર્ટિફિકેટ અપાયું.
  • CBQCI દ્વારા વર્સ્ચ્યુલ ઇન્સ્પેક્શન કર્યા બાદ આપવામાં આવેલા સર્ટિફિકેટને લઈને પ્રશ્નો ઉભા થયા
  • આપ નેતાએ કહ્યું- ઇન્સ્પેક્શન કરનારની જે ટીમ છે તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી નથી

સુરત નવી સિવિલ હોસ્પિટલને NABH એક્રેડિટેશન સર્ટિફિકેટ મળ્યું છે. કન્સ્ટીટ્યૂટ બોર્ડ ઓફ ક્વાલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા હોસ્પિટલની અંદર આપવામાં આવતી સુવિધાને લઈને સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. જોકે, વર્સ્ચ્યુલ ઇન્સ્પેક્શન કર્યા બાદ આપવામાં આવેલા સર્ટિફિકેટને લઈને પ્રશ્નો ઉભા થયા છે. આપ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ છે છતાં સર્ટિફિકેટ મળે તો સ્વાભાવિક રીતે શંકા થાય.

NABH સર્ટીફીકેટ મળવા પહેલા 167 ક્રાઈટેરિયામાંથી પસાર થવું પડે
હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ, બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા, ક્લિનિકલ, પેરા ક્લિનિકલ, ઇન્ફેક્શન કન્ટ્રોલ સમિતિ, ફાર્મસી અને સપ્લાય ઓફ ડ્રગ્સ, ડાયગ્નોસિસ સુવિધા, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને સમયાંતરે આપવામાં આવતી તાલીમ, રેકોર્ડ મેનેજમેન્ટ વગેરે યોગ્ય રીતે થતો હોવાને કારણે આ સર્ટિફિકેટ મળ્યું છે. NABH સર્ટીફીકેટ મળવા પહેલા 167 ક્રાઈટેરિયામાંથી પસાર થવું પડે છે.

દર્દીઓને વધુ સુવિધા આપવા માટેનો પ્રયાસ થશેઃઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ
નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું કે ભાવનગર બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલને આ સર્ટિફિકેટ મળ્યું છે. જેનાથી અમારો આત્મવિશ્વાસ વધશે. દર્દીઓને વધુ સુવિધા આપવા માટેનો પ્રયાસ થશે તેમજ પ્રધાનમંત્રી આરોગ્યલક્ષી યોજનાઓ છે એમાં 10 ટકા જેટલો વધારાનો લાભ મળશે.

આપ નેતાના આક્ષેપ
આપના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, NABH સર્ટીફિકેટ મળ્યા બાદ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આ સર્ટિફિકેટ આપનારી ઇન્સ્પેક્શન કરનારની જે ટીમ છે તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી નથી. માત્ર વર્ચ્યુઅલ ડેટા ભેગા કરવામાં આવ્યા છે અને દર્દીઓ માટે જે સુવિધા છે તેને ફોન કેમેરા જોઈને આ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યો છે. ઇન્સ્પેક્શન કરનાર ટીમને મોબાઈલ દ્વારા અહીંની પરિસ્થિતિ શું છે તે સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બતાવવામાં આવી છે જેમાં કેટલું સત્ય હશે તેના ઉપર મોટો પ્રશ્ન છે. દર્દીઓને કેટલી યોગ્ય સુવિધા આપવામાં આવે છે તે પણ વધ્યું અને દર્દીઓને પૂછવામાં આવ્યું હતું. જેમાં કયા દર્દીને પૂછ્યું તે પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નક્કી કર્યું હતું. આવી સ્થિતિમાં યોગ્ય પ્રતિક્રિયા મળી હશે કે કેમ તેના ઉપર પણ પ્રશ્ન થઇ રહ્યો છે.

સતત સિવિલ હોસ્પિટલ વિવાદમાં રહે છે
સમયાંતરે સતત સિવિલ હોસ્પિટલ વિવાદમાં રહે છે. તાજેતરમાં જ બાળકોના વોર્ડમાં પંખા જેવી સામાન્ય સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો હતો. હોસ્પિટલના પીએમ રૂમ અને અન્ય વોર્ડમાં પણ જો કુતરા કરતા દેખાતા હોય, ઓપરેશન રૂમમાં સ્લેબના પોપડા સમયાંતરે કરતા હોય, બહાર જ તે પ્રકારની વ્યવસ્થા વચ્ચે જ નવી સિવિલ હોસ્પિટલને NAHB સર્ટિફિકેટ મળે તો સ્વાભાવિક રીતે જ શંકા થાય.

અન્ય સમાચારો પણ છે...