તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્જેક્શનો માટે લાંબી લાઇનો:11 હજાર રેમડેસિવિર પડ્યા રહેતા સિવિલે જથ્થો ન મોકલવા કહેવું પડ્યું

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંગળવારે કોવિડ દર્દીઓ માટે માત્ર 9 ઇન્જેક્શન વપરાયા
  • મે મહિનામાં ઇન્જેક્શનો માટે લાંબી લાઇનો લાગી હતી

શહેર-જિલ્લામાં એપ્રિલ અને મે મહિનામાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ હતી. દર્દીના પરિવારના સભ્યો ઈન્જેક્શન માટે દોડા દોડી કરતા જોવા મળતા હતા. જોકે કોરોના કેસમાં આવેલા ઘટાડા બાદ રેમડેસિવિર ઈન્જેક્શનની ડિમાન્ડ પણ ઘટી છે. હવે સિવિલમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો મોટો જથ્થો સ્ટોર થઈ ગયો છે. તેની સામે ઈન્જેક્શનની માંગમાં ઘટાડો થતા સિવિલ તંત્રે ઈન્જેક્શનનો જથ્થો હમણા ન મોકલવા કહેવું પડ્યું છે. હાલમાં સિવિલ પાસે મંગળવારે 11213 ઈન્જેક્શનનો સ્ટોક હતો. જેમાંથી મંગળવારે 9 ઈન્જેક્શન વપરાયા હતાં.

શહેર-જિલ્લામાં વધુ 109 કેસ, કોરોનાથી 3 મોત, 165 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ
શહેરમાં 79 અને જિલ્લામાં 30 કેસ સાથે મંગળવારે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 109 કેસ પોઝિટિવ નોંધાયા છે. મંગળવારે શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 02 મળી શહેર જિલ્લામાં વધુ 03 કોરોનાના દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2092 થઈ ગયો છે. તેની સામે મંગળવારે શહેરમાંથી 102 અને જિલ્લામાંથી 63 મળી 165 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 137574 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2464 થઈ ગઈ છે.

સંભવિત ત્રીજા વેવ માટે ઇન્જે.ને કોલ્ડરૂમમાં રખાયા છે
સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે,‘છેલ્લા સપ્તાહથી ઇન્જેક્શનો મોકલવામાં આવ્યા નથી છતાં સિવિલમાં મોટો સ્ટોક છે. સંભવિત ત્રીજા વેવ માટે આ સ્ટોકને કોલ્ડરૂમમાં મુકી રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...