તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Visiting Surat Civil, Arjun Modhwadia Said Super Spreaders Are The Only Leaders Of BJP, CR Patil Distributed Remedivir In The Same Way As Daneshwari Karna

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના આક્ષેપ:સુરત સિવિલની મુલાકાત લઈ અર્જુન મોઢવાડિયાએ કહ્યું- સુપર સ્પ્રેડરો ભાજપના જ નેતાઓ, સીઆર પાટીલે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે રેમડેસિવિર વહેચ્યા

સુરત4 દિવસ પહેલા
સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને દાખલ કરવા માટે સૂચનો કરવામાં આવ્યા.
  • સુરત શહેર અને રાજ્યની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરતી કરવામાં આવી નથીઃ મોઢવાડિયા

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આજે સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતની ઊભી થયેલી પરિસ્થિતિ માટે ભાજપની સરકારને અર્જુન મોઢવાડિયાએ જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શનમાં લીંબડ જશ ખાટવાનો પ્રયાસ કર્યો છે. સીઆર પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું. ખરા સુપર સ્પ્રેડરો તો ભાજપના જ નેતાઓ છે. આ સાથે મોતના આંકડા સરકાર છુપાવી રહી છે

લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયા બાદ પણ હજી સુધી વહિવટી તંત્ર યોગ્ય તૈયારી ન કર્યો હોવાને કારણે લોકોના મોત નિપજ્યા છે. ખૂબ દુખદ બાબત છે કે સુરત શહેરમાં અને રાજ્યની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી. લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

દર્દીઓને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ
સીઆર પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું. સીઆર પાટીલે લોકોની સેવા કરવી હોય તો તેમણે ઇન્જેક્શન જથ્થો લાવીને સિવિલ હોસ્પિટલમાં આપવાની જરૂર હતી. ભાજપના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરી હોસ્પિટલમાં સેવા આપીને જાણે લગ્નના કપડાં પહેરીને સ્મશાનમાં જતાં હોય તેઓ અનુભવ કરાવી રહ્યા છે. તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ જે આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે.

સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરી સૂચનો કર્યા.
સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરી સૂચનો કર્યા.

સરકારે હાઈકોર્ટનું પણ ન માન્યું
હાઇકોર્ટ દ્વારા પણ વારંવાર રાજ્ય સરકારને ફટકારવામાં આવી હતી પરંતુ તેમણે હાઈકોર્ટનું પણ માન રાખ્યું ન હોય તેઓ તેમના વ્યવહાર પરથી હું વ્યક્તિગત રીતે કહી શકું છું. હાઈકોર્ટે આપેલા દિશાનિર્દેશોનું પણ યોગ્ય રીતે સરકાર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે. ભાજપના નેતાઓ જ સુપર સ્પ્રેડર છે. તેમના કારણે જ રાજ્યભરની અંદર મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ વ્યાપ વધ્યો છે એટલું જ નહીં ભાજપના ઇશારે વહીવટીતંત્ર પણ મોતના આંકડા છુપાવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો