તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:સિટીલાઇટના કાપડ વેપારીને ત્યાં 2 કામવાળીનો 6 લાખનો હાથફેરો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને કામવાળી હજુ 10 દિવસ પહેલાં જ વેપારીને ત્યાં નોકરીએ લાગી હતી

સિટીલાઇટ ખાતે રહેતા કાપડ વેપારી પોતાની બીમાર પુત્રીને મુંબઇ જોવા જતા તેમની ગેરહાજરીમાં ઘરમાં 10 દિવસ પહેલાં નોકરીએ લાગેલી બે કામવાળીઓએ રોકડ અને ઘરેણાં સહિત 6 લાખની ચોરી કરી હતી.

સિટી લાઇટ ખાતે અભિષેક બંગલોઝમાં રહેતા કાપડ વેપારી સંજય બીનોદ કેજરીવાલ એનએસટીએમ માર્કેટમાં વેપાર કરે છે. પરિવારમાં પત્ની ઉપરાંત દીકરો અને દીકરી છે. 23 જુને કેજરીવાલને સીતાબેન અને ગરીમાબેન નામની બે મહિલા ઘરકામ માટે નોકરીએ લાગી હતી. વેપારીની મુંબઇ રહેતી પુત્રીની તબિયત બગડતા તેઓ ઘર બંધ કરીને પરિવાર સાથે તેને જોવા ગયા હતા. 4થી જુલાઈએ સંજય કેજરીવાલ સુરત આવવા નીકળ્યા હતા. રસ્તામાંથી સીતાબેન અને ગરીમાબેનને ફોન કરતા તેમનો ફોન બંધ હતો. ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે સીતાબેન અને ગરીમાએ ઘરમાંથી રોકડા 4 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયાના ઘરેણાં ચોરી કર્યા છે. તેઓએ મકાનના પાછળના ભાગને જાળીને મારેલું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી નાસી ગયા હતા. સંજય કેજરીવાલે બંને વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

કેજરીવાલ બીમાર પુત્રીને જોવા મુંબઇ ગયા હતા
વેપારી સંજય કેજરીવાલની દીકરી ચાંદની મુંબઇની એક બેંકમાં નોકરી કરે છે.29 જુનના દિવસે ચાંદનીની તબિયત ખરાબ થતાં તેને મુંબઇની જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પોતાની પુત્રી ચાંદનીને જોવા માટે પત્ની અને દીકરા સાથે કેજરીવાલ મુંબઇ ગયા હતા.પરિવાર મુંબઇ હતો ત્યારે બંને કામવાળીઓએ ફોન કરીને વેપારીને તેમના સુરત પરત થવા વિશે પૂછીને પોતે બંગલાના બહાર ઝાડુ પોતા કરવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...