તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂર્યપ્રકાશ રેસિ.માં હિટ & રન:સિટીલાઈટના બાળકના મોત કેસની તપાસ આખરે ઉમરા PIને સોંપાઈ, 9 દિવસે પણ આરોપી ઓળખાયો નથી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક સેવર જૈન - Divya Bhaskar
મૃતક સેવર જૈન

સિટીલાઇટની સુર્યપ્રકાશ રેસિડેન્સીના કેમ્પસમાં જ સાડા ત્રણ વર્ષના માસુમ સેવર જૈનને અડફેટે લઇ તેનું મોત નિપજાવી ભાગી છૂટેલો કાર ચાલક બનાવને 9 દિવસ થવા છતાં પોલીસને હાથે લાગ્યો નથી. જેના પગલે આ હિટ એન્ડ રન કેસની તપાસ આખરે ઉમરાના પીઆઇને સોંપવામાં આવી છે. બીજી તરફ પોલીસે આરોપીના સગડ મેળવવા માટે સુર્યપ્રકાશ રેસીડન્સીની બાજુની સોસાયટીના સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. વાહનચાલકને શોધવા માટે ઉમરા પોલીસની આખો સ્ટાફ લગાડી દેવામાં આવ્યો છે.

પોલીસે બાળકનું એક્સીડન્ટ કઇ કાર અને કોણ ચાલક હતું તે તપાસ કરવા માટે બિલ્ડિંગના કેમેરાની સાથે હવે પોલીસે આજુબાજુની સોસાયટી અને એપાર્ટમેન્ટોમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરી છે. ટૂંકમાં ઉમરા પોલીસને આ એક્સીડન્ટ કેસમાં કેટલાક પુરાવા હાથ લાગતા આગામી દિવસોમાં વાહનચાલકનો ભાંડો ફુટી શકે તેમ છે.

વાહનચાલક સુર્યપ્રકાશ રેસીડન્સીમાં રહેતો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. ઘટનાના દિવસે 9 સિક્યુરિટી ગાર્ડ તૈનાત હતા. સિક્યુરિટી ગાર્ડને એક્સીડન્ટ કોણે કર્યુ તે અંગે માહિતી હોવા છતાં અજાણ બની રહયા હોય એવુ પોલીસને આશંકા છે. તપાસમાં કેટલીક હકીકતો મળ્યાની વાત છે.

ગાર્ડ બાદ અન્યોની પણ પૂછપરછ કરાઇ
ઉમરા પોલીસે સાડા ત્રણ વર્ષના માસૂમને કચડી નાખીને ભાગી છૂટનારા આરોપી કાર ચાલક સુધી પહોંચવા માટે શુક્રવારે સોસાયટીના 5 સિક્યુરિટી ગાર્ડને ઉંચકી લાવીને તેમની પૂછપરછ હાથ ધરી હતી. જયારે બીજા દિવસે શનિવારે પણ પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરવાની સાથે સાથે આ ઘટનામાં શંકાસ્પદ જણાતા કેટલાક વ્યકિતને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...