તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠપકો:સિટીલાઇટના વેપારીની 14 વર્ષીય પુત્રીને આચાર્યે ઠપકો આપતા ઘરેથી ભાગીને મુંબઈ જતી રહી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યુ સિટીલાઇટ પર કરોડોના ફ્લેટમાં રહેતા કાપડ વેપારીની 14 વર્ષીય પુત્રી અંગ્રેજી માધ્યમમાં ધો.10માં અભ્યાસ કરે છે. વેપારીની પુત્રી સ્કૂલમાં તોફાન કરતી હતી જેથી આચાર્યે તેના માતાપિતાને બોલાવી લાવવાનું કહ્યું હતું. પોતાના કારણે પિતાને સાંભળ્વું પડશે એમ વિચારી આ સગીરા કોઇને કહ્યાં વગર બુધવારે ઘરેથી જતી રહી હતી.

તે રિક્ષામાં સ્ટેશન પહોંચી ત્યાંથી ટ્રેનમાં બેસીને મુંબઇ પહોંચી ગઇ હતી. આ મામલે ખટોદરા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ કરી હતી. બીજી તરફ વેપારી પુત્રીએ મુંબઇ પહોંચી મધર ટેરેસા ચેરિટેબલ ટ્રસ્ટના મેડમના ફોનથી એ સંબંધીને કોલ કરી મુંબઈ હોવાની વાત કરી હતી. એક સંબંધી પુત્રીને લેવા માટે મુંબઈ ગયા હતા.આમ સગીરા સહિસલામત મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...