તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજીઓ પેન્ડિંગ:2 માસ બાદ સિટી સરવે ઓફિસ શરૂ, 1500 અરજીઓ પેન્ડિંગ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે કચેરી બંધ રહેતાં લોકોએ પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવવા 1 હજારથી વધુ ટપાલ મોકલી

કોરોના સેકન્ડ વેવની ગંભીર સ્થિતિમાં સંક્રમણને કાબુમાં લેવા સરકારી કચેરીઓમાં પણ ભીડ ન થાય તેની તકેદારીના ભાગરૂપે નાનપુરા બહુમાળી બિલ્ડિંગ ખાતે આવેલી સિટી સરવે વિભાગને પણ એપ્રિલ માસથી બંધ કરાયું હતું. જેના લીધે પ્રોપર્ટી કાર્ડની નકલ સહિતની માહિતી મેળવવાની કામગીરી પણ બંધ પડી હતી.

આ વિભાગ શરૂ થતાં જ પેન્ડિંગ અરજીઓ તથા ટપાલ દ્વારા તથા કચેરીના નાગરિક સુવિધા કેન્દ્રમાં એક સાથે 1500 અરજીઓ ભેગી થઇ છે. વિવિધ સરકારી કામગીરીમાં જરૂર પડતી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવવા માટે અરજદારોનો ધસારો થતાં વિભાગે અન્ય કામકાજ છોડી અરજીના નિકાલ માટે દોડાદોડી શરૂ કરી છે. સિટી સરવે વિભાગના અનિલભાઇએ કહ્યું કે, કોરોના બીજી લહેરના લીધે બંધ થયેલું કામ હાલમાં ફરી જિલ્લા કલેક્ટરના આદેશથી શરૂ કરાયું છે. કચેરીનું વહીવટી કામકાજ શરૂ થાય તે પહેલાં જ 1034 અરજીઓ ઓફિસના ટપાલ બોક્સમાં જમા થઇ છે.

એટલું જ નહીં પણ વિભાગના નાગરિક સુવિધા કેન્દ્રમાં પણ 500થી વધુ અરજીઓ માત્ર કાર્ડની નકલ મેળવવા માટે રજૂ થઇ હતી. કોવિડના લીધે કચેરી કામકાજ બંધ હોવાથી એકસાથે આવેલી 1500 અરજીઓના લીધે વિભાગને મોડે સુધી ઓફિસ વર્ક કરવાની ફરજ પડી રહી છે અને અરજીઓને પ્રાયોરિટી મુજબ નીકાલ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...