જાહેરનામુ:મેટ્રો માટે 4 રૂટ પર સિટી બસને ડાયવર્ઝન અપાશે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો બંધ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે

મેટ્રો રેલ પ્રોજેક્ટના વિવિધ રૂટ પર રસ્તા બંધ કરી સિવિલ કામગીરી શરૂ કરવા જીએમઆરસીએ શહેર ટ્રાફિક પોલીસ પાસે માંગેલી એનઓસી લાંબી પ્રક્રિયામાં અટવાતા વિભાગને વિટો પાવર વાપરવાની ફરજ પડી છે.

દિવાળીની રાત્રે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ રૂટના ડાયવર્ઝન અંગે ચર્ચા કરી જીએમઆરસીને નવા વર્ષના દિવસે ઓફિસમાં આવીને એનઓસી આપવાની ફરજ પડી હતી. હવે સિવિલ કામ માટે બંધ રહેનારા રસ્તાના વિકલ્પ રૂપે કયા માર્ગનો ઉપયોગ કરવો તે અંગે સંભવતઃ સોમવારે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. કોસાડથી યુનિવર્સિટી રોડ પર દોડનારી તમામ સિટી બસો જીલાની બ્રિજ પરથી દોડાવવામાં આવશે.

આ રૂટ ડાયવર્ટ કરવામાં આવશે

રૂટ નંબરરૂટનું નામ
202ચોકથી લક્ષ્મીધામ
209

કતારગામથી ડિંડોલી

212

ચોકથી ગજેરા સર્કલ

226

કોસાડથી યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...