વિવાદ:સિટીબસોનું ટેસ્ટ વિના રજિસ્ટ્રેશન કરાયું, ARTO પંચાલ સામે તપાસ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીનગરની RTO કચેરીમાં ફરિયાદ કરાઈ
  • વાહનદીઠ 5 હજાર, ફિટનેસના 10 હજાર લીધાનો આક્ષેપ

સુરત મહાનગર પાલિકાનીઇલેક્ટ્રીક બસોને આરટીઓમાં લાવ્યા વગર જ તેને રજીસ્ટ્રેશન કરીને નંબર આપી દેવાના આક્ષેપની વચ્ચે વાહન વ્યવહાર કમિશનર કચેરીએ થયેલી ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઇન્ચાર્જ એ.આર.ટી.ઓ. કે.કે. પંચાલની સામે સત્તાનો દૂરઉપયોગ કરીને લાખો રૂપિયા ખંખેર્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. જેની સામે મુળ ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું.

સુરતના પાલનપુર ગામ સાંઇકૃપા સોસાયટીમાં રહેતા સંજય અમરસિંગ વસાવાએ વાહન વ્યવહાર વિભાગમાં કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ઇન્ચાર્જ એઆરટીઓ કે.કે. પંચાલે પોતાની ફરજ દરમિયાન સુરત મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ પર ચાલતી ઇલેક્ટ્રીક બસોનું રજીસ્ટ્રેશન બારોબાર કરી દીધું હતુ, ઇન્ચાર્જ હોવા છતાં પણ જે-તે સમયે કોઇપણ ઉપરી અધિકારીની કોઇપણ મંજૂરી લેવાઇ નથી અને 8 થી 10 લાખ રૂપિયા એજન્ટો પાસેથી વસૂલ્યા છે.જેમાં એક બસ દીઠ રૂા. 7 થી 8 હજાર રૂપિયા વસૂલ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે ફરિયાદ બાદ ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર વિનીતા યાદવએ સુરત આરટીઓની મુલાકાત લીધી હતી. છેલ્લા બે દિવસથી ચાલતી તપાસમાં આજે મુળ ફરિયાદી સંજય વસાવાનો જવાબ લેવામાં આવ્યો હતો. આ જવાબ લાંબો હોવાથી તેઓને બે દિવસમાં લેખીતમાં આપવા જણાવાયું છે. આ સાથે જ તેઓએ આરટીઓના અન્ય અધિકારીઓના પણ જવાબો લીધા હતા. આ અંગે કે.કે. પંચાલની સાથે વાત કરવામાં આવતા શરૂઆતમાં તેઓએ જમવાનું કહીને થોડીવાર પછી ફોન કરવા જણાવ્યું હતું, ત્યારબાદ તેઓને સતત બે વાર ફોન કરાયા હતા, પરંતુ તેઓએ ફોન રીસીવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...