રજૂઆત:ચાઇનીઝ દોરા વીજતારને અડી જાય તો કરંટ લાગી શકે

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી વાપરનારાઓ સામે કાર્યવાહી કરવા DGVCLની કલેક્ટરને રજૂઆત

ઉતરાયણમાં ચાઈનિઝ દોરીનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવા ડીજીવીસીએલે કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે. ઉતરાયણને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને લઈને ઠેર ઠેર દોરી ઘસાવવાની દુકાનો પણ શહેરમાં ખુલી ગઈ છે. ચાઈનીઝ દોરી હાનીકારક હોવાથી તેના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

તેમ છતાં અમુક અસામાજીક તત્વો ગેરકાયદે ચાઈનીઝ દોરી મંજાવીને પતંગ ચગાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ચાઈનીઝ દોરી ઈલેક્ટ્રિક તારને અડે તો તેના દ્વારા જાનહાની થવાની પણ સંભાવના છે. તેમ છતાં ઘણા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ પતંગ ચગાવવા માટે કરતા હોય છે.

આવા ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરનાર અને વેચનાર સામે કાર્યવાહી કરવા માટે ડીજીવીસીએલએ કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી તૂટવામાં પણ ખુબ મુશ્કેલ હોય છે, જેથી રસ્તા પર લોકોના ગળા પણ કપાઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...