તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલમાં ત્રીજી લહેર માટે તૈયારી:બાળકોના વેન્ટિલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ અપાઇ, 120 ડોક્ટરો આપવા સરકાર પાસે માંગણી

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
શનિવારે સિવિલ હોસ્પિટલમાં ત્રીજી વેવનો સામનો કરવા માટે નર્સિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. - Divya Bhaskar
શનિવારે સિવિલ હોસ્પિટલમાં ત્રીજી વેવનો સામનો કરવા માટે નર્સિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી.
  • સિવિલમાં 500 નર્સિંગ સ્ટાફ, 100 વેન્ટિલેટર, 800થી 1200 સર્વન્ટ અને 200 સિક્યોરિટી સ્ટાફ પણ માંગવામાં આવ્યો

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ જોખમ છે ત્યારે બાળકોને કેવી રીતે સારવાર આપવી તે અંગે શનિવારે સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો.નિષ્ણાંત તબીબોએ સારવારના પોઈન્ટ ઓફ વ્યૂથી વિવિધ સમજણ આપી હતી. જેમાં ખાસ કરીને બાળકો માટેના વેન્ટિલેટર કેવી રીતે ઓપરેટ કરવા, પ્રેશર કેટલું અને કયા તબક્કે વધારવું કે ઘટાડવું તે અંગે સમજણ આપવામાં આવી હતી.

બીજી તરફ, સિવિલ હોસ્પિટલે ત્રીજી વેવનો સામનો કરવા વધારાના મેનપાવરની પણ સરકાર સમક્ષ માંગણી કરી હોવાનું અધિકારી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પ્રાયોગિક ધોરણે સિવિલ હોસ્પિટલે 120 મેડીકલ ઓફિસર, 500 નર્સિંગ સ્ટાફ, 800થી 1200 જેટલા સર્વન્ટ, 200 સિકયુરીટી સ્ટાફ, 100 વેન્ટિલેટરની માંગણી કરી છે. 100 વેન્ટિલેટરમાંથી 25 બાળકો માટે અલાયદા માંગ્યા છે.

બાળકોને વેન્ટિલેટરનંુ કેટલું પ્રેશર રાખવું તેની સમજ નર્સિંગ સ્ટાફને આપવામાં આવી
ડો. વિજયે શાહે નર્સિંગ સ્ટાફને ખાસ કરીને વેન્ટિલેટર, કન્ટીન્યુ એર વે પોઝિશન મશીન, મલ્ટી પેરા મોનિટર મશીન જેવા સાધનોનો પુખ્તવયના દર્દીઓની સરખામણીમાં બાળકોમાં કેવી રીતે વાપરવા તેમાં શું ફેરફાર કરવો, બાળકને જો ઈન્ટીબ્યુટ કરવું પડે તો કઈ સાઈઝની ટ્યુબનો ઉપયોગ કરવો,વેન્ટિલેટરમાં બાળકની ઉમર પ્રમાણે કેટલુ એર, ઓક્સિજનનું પ્રેશર તેમજ વોલ્યુમ રાખવું તે અંગે ઝીણવટ ભરી માહિતી આપી હતી. ઓક્સિજન માસ્ક સહિતના સાધનો બાળદર્દીઓ માટે કઈ સાઈઝના ઉપયોગમાં લેવા તે અંગે માહિતી આપી હતી.

ખાનગી હોસ્પિટલોમાં પણ વધુ વેન્ટિલેટર ફાળવવા માંગણી
સિવીલમાં 1600 બેડ મુજબ સ્ટાફ વધારી આપવા માટે માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આઈસીયુના બેડ પણ 400 જેટલા વધારવા માટે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, પાલિકાએ પણ ખાનગી હોસ્પિટલના પાંચ ડોકટરોની ટાસ્ક ફોર્સ બનાવી છે જેઓ શહેરની ખાનગી હોસ્પિટલોની તૈયારી અંગે આયોજન કરી રહ્યાં છે.

ખાનગી હોસ્પિટલોને ત્રીજી વેવ માટે કેટલા વેન્ટીલેટર જોઈશે, કેટલા બેડની જરૂરિયાત ઉભી થશે ઉપરાંત હાલમાં બાળકો માટે દરેક હોસ્પિટલ પાસે શું વ્યવસ્થા તે સહિતની માહિતી પાલિકા કમિશનર દ્વારા મંગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાયોગિક ધોરણે 50 વેન્ટેલિટર માંગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...