તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વભરમાં કોરોના સંક્રમણના બીજા તબક્કામાં નવા કોરોના વાઈરસ ટ્રેન્ડને કારણે હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા દસ દિવસથી બાળકોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. સુરત શહેરમાં બાળકોમાં ઝાડા ઉલટી તાવ શરદી જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. તો કેટલાક કેસોમાં ખૂબ જ ઓછા લક્ષણો હોવા છતાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.
ટેસ્ટમાં સંક્રમિતો વધ્યા
કોરોનાની બીજી લહેરમાં તેના નવા પ્રકારમાં લક્ષણોમાં મોટો ફેરફાર થયો છે. કોરોના વાઈરસના બંધારણમાં મોટો ફેરફાર થયો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. સુરતમાં હાલ બાળકોના થઈ રહેલા કોરોના સંક્રમણ ટેસ્ટમાં પાંચથી દસ ટકાનો રેશિયો સામે આવી રહ્યો છે. બાળકોમાં ઝાડા-ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના સામાન્ય લક્ષણો સામે આવી રહ્યા છે. બાળકોમાં હાઇપર ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ ઓછા જોવા મળે છે.
ઘર બેઠા કાઉન્સેલિંગ કરાય છે-ડોક્ટર
બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર કેતન શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે, બાળકોમાં પણ કોરોનાના નવા વાયરસના કારણે સંક્રમણ વધી રહ્યું છે. અમે બાળકોને વીડિયો કોલ કરીને ઘર બેઠા તેમનું કન્સલ્ટીંગ કરીને તેમને દવા આપવા માટેની વ્યવસ્થા કરીએ છીએ. વીડિયો કોલ કરીને દર 3 થી 4 કલાકમાં એક વખત બાળકના પરિવાર સાથે સંપર્ક કરીને માહિતી મેળવી લઇએ છીએ. બાળકોના લક્ષણોને ધ્યાનમાં રાખીને જો બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ દેખાય તો જે હોસ્પિટલમાં કોવિડ માટે સારવાર આપવામાં આવી રહી છે. તે હોસ્પિટલમાં બાળકોને ખસેડવામાં આવી રહ્યા છે .સુરત શહેરમાં અંદાજે 15થી વધુ હોસ્પિટલો છે. જેમાં બાળકોને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.