તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાતકી કોરોના:સુરતમાં નવા વાઈરસના શિકાર બાળકો બન્યા, 10 દિવસમાં ઝાડા, ઉલટી, તાવ સાથેના લક્ષણો બાળકોમાં ઝડપથી ફેલાયા

સુરત7 દિવસ પહેલા
તબીબો દ્વારા બાળકોને વીડિયો કોલિંગ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે.
  • બાળકોમાં હાઇપર ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ ઓછા જોવા મળ્યા

વિશ્વભરમાં કોરોના સંક્રમણના બીજા તબક્કામાં નવા કોરોના વાઈરસ ટ્રેન્ડને કારણે હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા દસ દિવસથી બાળકોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. સુરત શહેરમાં બાળકોમાં ઝાડા ઉલટી તાવ શરદી જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. તો કેટલાક કેસોમાં ખૂબ જ ઓછા લક્ષણો હોવા છતાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

ઘર બેઠા પણ બાળકોને સારવાર આપવાનું તબીબો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.
ઘર બેઠા પણ બાળકોને સારવાર આપવાનું તબીબો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.

ટેસ્ટમાં સંક્રમિતો વધ્યા
કોરોનાની બીજી લહેરમાં તેના નવા પ્રકારમાં લક્ષણોમાં મોટો ફેરફાર થયો છે. કોરોના વાઈરસના બંધારણમાં મોટો ફેરફાર થયો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. સુરતમાં હાલ બાળકોના થઈ રહેલા કોરોના સંક્રમણ ટેસ્ટમાં પાંચથી દસ ટકાનો રેશિયો સામે આવી રહ્યો છે. બાળકોમાં ઝાડા-ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના સામાન્ય લક્ષણો સામે આવી રહ્યા છે. બાળકોમાં હાઇપર ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ ઓછા જોવા મળે છે.

હોસ્પિટલમાં તબીબો બેસીને બાળ દર્દીને ઘરે બેસાડીને તપાસ કરવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં તબીબો બેસીને બાળ દર્દીને ઘરે બેસાડીને તપાસ કરવામાં આવી રહી છે.

ઘર બેઠા કાઉન્સેલિંગ કરાય છે-ડોક્ટર
બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર કેતન શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે, બાળકોમાં પણ કોરોનાના નવા વાયરસના કારણે સંક્રમણ વધી રહ્યું છે. અમે બાળકોને વીડિયો કોલ કરીને ઘર બેઠા તેમનું કન્સલ્ટીંગ કરીને તેમને દવા આપવા માટેની વ્યવસ્થા કરીએ છીએ. વીડિયો કોલ કરીને દર 3 થી 4 કલાકમાં એક વખત બાળકના પરિવાર સાથે સંપર્ક કરીને માહિતી મેળવી લઇએ છીએ. બાળકોના લક્ષણોને ધ્યાનમાં રાખીને જો બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ દેખાય તો જે હોસ્પિટલમાં કોવિડ માટે સારવાર આપવામાં આવી રહી છે. તે હોસ્પિટલમાં બાળકોને ખસેડવામાં આવી રહ્યા છે .સુરત શહેરમાં અંદાજે 15થી વધુ હોસ્પિટલો છે. જેમાં બાળકોને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો