તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રિંગ રોડ ફ્લાયઓવર પર કારની ટક્કરથી ટેમ્પો પલ્ટી જતાં બાળકનું મોત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ પર કારના ચાલકે કટ મારતા ટેમ્પો પલટી મારી જતા ઘવાયેલા 11 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. શાકભાજીનો ધંધો કરતા પિતા સાથે બાળક શાકભાજી લેવા માટે ટેમ્પોમાં સાથે ગયો હતો .પિતા -પુત્ર પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે વર્બલ પીએમ કરી બાળકની અંતિમ વિધી કરવામાં આવી હતી.

પાંડેસરા આશાપુરી સોસાયટી ખાતે રહેતા રામચંદ્ર પાંડે શાકભાજીનો ધંધો કરે છે. મંગળવારે બપોરે તેઓ તેમના પુત્ર શિવા(11)ને સાથે લઈ શાકભાજી લઇ સરદાર માર્કેટથી પરત ફરી રહ્યા હતા તે વખતે રિંગરોડ ફ્લાય ઓવર પર પાછળથી પુરપાટ આવતી કારના ચાલકે ઓવરટેક કરવા જતા ટેમ્પોને પાછળથી ટક્કર મારતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં રામચંદ્રભાઈને પગમાં ઈજા થઈ હતી. જ્યારે ટેમ્પોમાં પિતા સાથે આગળ બેસેલો શિવા ગંભીર રીતે ઘવાયો હતો. શિવાને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ રાત્રે શિવાનું મોત નિપજ્યું હતું. સલાબતપુરા પોલીસ રામચંદ્રભાઈની ફરીયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...