અક્સમાત મોત:વરાછામાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડતા બા‌ળકનું ડૂબવાથી મોત

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળક રમતા-રમતાં ટાકી પાસે પહોંચ્યો હતો

વરાછા લંબેહનુમાન રોડ કાળીદાસ નગરમાં રમતા રમતા ઘરના પાછળના ભાગમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડતા બાળકનું ડૂબવાથી મોત થયું હતું. વરાછા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. વરાછા લંબેહનુમાન રોડ ત્રીકમ નગર પાસે કાળીદાસ નગર ખાતે રહેતા મનોજભાઈ તિવારી હીરાના કારખાનામાં કામ કરે છે.

બપોરે પાલિકાનો પાણીનો પુરવઠો આવતો હોવાથી તેમના પત્ની રૂમની પાછળ આવેલી અંડરગ્રાઉન્ડ ટાંકી ખોલી તેમાંથી રોજ પાણી ભરતા હતા. શનિવારે પણ તેઓ રાબેતા મુંજબ પાણી ભરવા માટે પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણ ખોલીને પાણી ભરતા હતા. દરમિયાન તેમનો 1 વર્ષીય માસુમ પુત્ર અનમોલ રમતા રમતા ત્યાં પહોંચી ગયો હતો અને અકસ્માત પાણીની ટાંકીમાં પડી ગયો હતો.

થોડો સમય બાદ અનમોલ ન દેખાતા તેમની પત્નીએ શોધોખોળ હાથ ધરી હતી. દરમ્યાન પાણીની ટાંકીમાં અનમોલ ડૂબેલી હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરંતુ પરિવારને વિશ્વાસ ન થતા અનમોલને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પણ તેને તબીબે મૃતજાહેર કરતા આખરે તેઓ સ્મીમેર હોસ્પિટલ પરત લઈ આવ્યા હતા. બનાવની જાણ થતા વરાછા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અક્સમાત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...