• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Chief Minister Bhupendrabhai Patel's Greeting Ceremony Will Be Held In Surat By 'Sardardham And Samast Patidar Samaj Nagarik Abhiwadan Samiti'

સન્માન:સુરતમાં 'સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ' દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાશે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી સાથે મંત્રીગણનું પણ સન્માન કરાશે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
મુખ્યમંત્રી સાથે મંત્રીગણનું પણ સન્માન કરાશે(ફાઈલ તસવીર)
  • 2022માં સુરત ખાતે યોજાનાર 'સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ'નો પ્રમોશનલ કાર્યક્રમ યોજાશે

સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ 'સરદારધામ સંસ્થા અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ' દ્વારા મુખ્યમંત્રીનું આવતીકાલે સન્માન કરાશે. સાંજે 4.30 વાગ્યે સંજીવકુમાર ઓડિટોરીયમ, પાલ, અડાજણ, ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાશે. જેમાં સુરત અને દક્ષિણ ગુજરાતના 26 વિવિધ સામાજિક સંગઠનો નવનિયુક્ત મુખ્યમંત્રી અને કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણનું સન્માન કરશે.

પ્રમોશનલ કાર્યક્રમ યોજાશે
અભિવાદન સમારોહની સાથોસાથ સુરત ખાતે આગામી તા.26,27,28 ફેબ્રુઆરી- 2022 દરમિયાન સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર 'સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022'નો પ્રમોશનલ કાર્યક્રમ પણ યોજાશે. જેમાં આ સમિટની એક્ઝિબિશન અંગેની ડોક્યુમેન્ટરી રજૂ કરાશે.

2022ની સમીટ સુરતમાં યોજાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમિટના માધ્યમથી ઉદ્યોગોના વિકાસ થકી રાજ્યના સર્વાંગી વિકાસમાં પણ યોગદાન આપી શકાશે. રાજ્ય સરકારના વાયબ્રન્ટ ગુજરાતની સમકક્ષ દર બે વર્ષે યોજાતી GPBS વર્ષ 2018માં સૌપ્રથમવાર મહાત્મા મંદિર, ગાંધીનગર તેમજ 2020માં હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગરમાં યોજાઈ હતી. જેમાં 7 લાખથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. હવે 2022ની સમીટ સૌ પ્રથમવાર દક્ષિણ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ અને બિઝનેસ હબ તરીકે ઓળખાતા સુરતમાં યોજાશે. સંસ્થા 10 હજાર અગ્રણી ઉદ્યોગપતિઓનું સંગઠન નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.