સુરતમાં કોવિડ ન્યાય યાત્રા:મુખ્યમંત્રી અને કેબિનેટ બદલવાથી સરકારની છબી સુધારવાની નથીઃ કોંગ્રેસ નેતા કદીર પીરજાદા

સુરત3 મહિનો પહેલા
ચહેરા બદલવાથી લોકોની તકલીફ દૂર થવાની નથી: કોંગ્રેસ નેતા કદીર પીરજાદા.
  • ન્યાય યાત્રા અંતર્ગત 31 હજાર કરતાં વધુ કોરોનામાં મોતને ભેટેલા મૃતકના પરિવારજનોને સંપર્ક કરી ફોર્મ ભરાવ્યા

રાજ્ય સરકારે કોરોના દરમિયાન મૃત્યુને ભેટેલા લોકોનો આંકડો છુપાવ્યો છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે સંદર્ભે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ નેતા કદીર પીરજાદાએ જણાવ્યું કે મુખ્યમંત્રી અને કેબિનેટ બદલવાથી સરકારની છબી સુધારવાની નથી.ચહેરા બદલવાથી લોકોની તકલીફ દૂર થવાની નથી.

31850 કરતા વધુ ફોર્મ મૃતકના પરિવારજનોએ ભરીને આપ્યા
કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય માળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી. 16 ઓગસ્ટના રોજ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી. અને માત્ર બે અઠવાડિયાના સમયગાળામાં 22 હજાર કરતા વધુ પરિવારોની મુલાકાત લઇ પરિવારને સંતાવના પાઠવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. તેમજ પરિવારો તેમના સ્વજનો ગુમાવ્યા છે તે માંગ સરકાર સુધી રજૂ કરવા માટે 31850 કરતા વધુ ફોર્મ મૃતક પરિવારજનોએ ભરીને આપ્યા છે.

સરકારના આંકડાથી ત્રણ ગણાથી વધુ મોત થયાનો આક્ષેપ
આ ઉપરાંત કોગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં સરકારના 10081 સતાવાર કોરોનાના દર્દીઓના મોતના આંકડા છે. તેના કરતા ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર ચાર અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષની કોવિડ ન્યાય યાત્રામાં સામે આવી છે. સરકાર પાસે કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતક માટે 4 લાખનું વળતર, કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ-હોસ્પિટલના ખર્ચની રકમની ચૂકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોરોનાથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી કાયમી નોકરીની માંગ કરવામાં આવી હતી.

સરકારના આંકડાથી ત્રણ ગણાથી વધુ મોત થયાનો આક્ષેપ કર્યો.
સરકારના આંકડાથી ત્રણ ગણાથી વધુ મોત થયાનો આક્ષેપ કર્યો.

સરકારે વિરોધ પક્ષને પોતાના મૂળભૂત અધિકારો આપવા જોઈએ
કોંગ્રેસ નેતા કદીર પીરજાદાએ જણાવ્યું કે ચહેરા બદલવાથી લોકોની તકલીફ દૂર થવાની નથી. મુખ્યમંત્રીથી લઈને કેબિનેટ પ્રધાનો સુધીના તમામ ચહેરાઓ બદલીયા બાદ પણ તેનાથી કોઈ ફરક પડવાનો નથી. મુખ્યમંત્રી અને કેબિનેટ બદલવાથી સરકારની છબી સુધારવાની નથી. સરકારે વિરોધ પક્ષને પોતાના મૂળભૂત અધિકારો આપવા જોઈએ. જે મુદ્દા ઉપર તેમણે વિરોધ કરવાનો હોય રજૂઆત કરવાનો હોય તે કરવા દેવી જોઈએ.