સચિન જીઆઇડીસી ગેસકાંડમાં મોતને ભેટેલા 6 મજૂરોના કેસમાં શનિવારે પોલીસે 4 આરોપીઓને બપોરે ઇન્ચાર્જ કોર્ટ સમક્ષ રજૂ કરી 12 મુદ્દાના આધારે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. એપીપી શૈલેષ પાલડીયાની દલીલો બાદ કોર્ટ 4 આરોપીઓ પ્રેમસાગર ગુપ્તા, આશિષ ગુપ્તા, જયપ્રતાપ તોમર અને વિશાલ યાદવને 17મી જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલતો હુકમ કર્યો હતો.
સરકાર પક્ષની દલીલ હતી કે અંકલેશ્વરમાં એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં વેસ્ટ કેમિકલ ટ્રાન્સફર કરાયું હતુ. હોટલ ડિસન્ટના કર્મચારીએ આ માટે વીજળીની વ્યવસ્થા કરી હતી. હોટલની સામે જ બંને ટેન્કર ઊભા રાખવામાં આવ્યા હતા.
રિમાન્ડના મુદ્દા : આરોપીઓને કેટલાં રૂપિયા ચૂકવાયા તેની તપાસ કરવાની છે
સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના 14 કર્મીઓની હેડ ક્વાર્ટર-ટ્રાફિકમાં બદલી | |||
ક્રમ | હોદ્દો | કર્મચારીનું નામ | બદલીની જગ્યા |
1 | ASI | ગુલાબ ભટ્ટ પ્રજાપતિ | પોલીસ હેડ કવાર્ટર |
2 | ASI | હરી મુળચંદ્ર પટેલ | ટ્રાફિક શાખા |
3 | ASI | અરવિંદ ફતેસિંહ સોલંકી | ટ્રાફિક શાખા |
4 | ASI | રંજનીકાંત ખુમા ભીલવાલ | પોલીસ હેડ કવાર્ટર |
5 | ASI | નટવર કાલીદાસ પરમાર | ટ્રાફિક શાખા |
6 | ASI | અનિલ મહારીયા વસાવા | પોલીસ હેડ કવાર્ટર |
7 | ASI | કનૈયા અરવિંદ પટેલ | ટ્રાફિક શાખા |
8 | ASI | કિરણ વિનાયક નાઇક | ટ્રાફિક શાખા |
9 | ASI | પંકજ સુરેશચંદ્ર પાંડે | ટ્રાફિક શાખા |
10 | HC | અરવિંદ વાસુદેવ પાટીલ | ટ્રાફિક શાખા |
11 | HC | ભાવના રાજુભાઈ આહીર | પોલીસ હેડ કવાર્ટર |
12 | HC | કમળા અમૃત પરમાર | ટ્રાફિક શાખા |
13 | HC | અશરફ રહીમ બેલીમ | ટ્રાફિક શાખા |
14 | HC | વિનોદ રામા સોલંકી | ટ્રાફિક શાખા |
મૃતકોને 4-4 લાખની સહાય
ગૃહમંત્રીએ મૃતકોના પરિવારને 4 લાખ અને ગંભીર અસર પામેલા કામદારોને વ્યકિત દીઠ 50 હજારની સહાયની જાહેરાત કરી હતી.
પોલીસને મહત્વના પુરાવા મળ્યા
પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવશે : વડોદરાની સંગમ એનવાયરો પ્રા.લિ.ના બે ભાગીદારો નિલેશ અને મૈત્રીની હાલમાં પણ ડીસીબીના અધિકારીઓ પૂછપરછ કરી રહયા છે. જો કે બન્ને ભાગીદારોનો સચિન જીઆઇડીસીની ઘટનામાં તેમના રોલ અંગે કેટલીક ચોંકાવનારી વિગતો આગામી દિવસોમાં સામે આવશે.
GPCBના દવે સામે અગાઉ પણ આક્ષેપો થયા છે : ગેસકાંડમાં દવેને સસ્પેનશન અપાયું હતું.અગાઉ પણ દવે સામે પોલ્યુશન ફેલાવતા એકમો સામે કાર્યવાહી ન કરવાના આરોપો થયાં છે.કાંઠાના ગામોમાં પોલ્યુશનથી કેન્સર જેવી બીમારી વધવાની વાત પરિવર્તન ટ્રસ્ટે કરી હતી.પાંડેસરામાં મારુતિ નામની એક આખી મિલ ઉભી થયાની અને પારસ મિલ સહિતની ફરિયાદો સામે પગલાં ન લીધાના આક્ષેપ દવે પર થયાં છે.
હિકલના 3 ડિરેક્ટરની પૂછપરછ કરાઈ : મુંબઈની જે તલોજા એમઆઇડીસીની હિકલ કંપનીમાંથી ઝેરી કેમિકલ નિકાલ માટે સચિન જીઆઇડીસીમાં લવાયું હતું તેના 3 ડિરેકટરોની શનિવારે ક્રાઇમબ્રાંચે મોડીરાત સુધી પૂછપરછ કરાઇ હતી. આ મામલે ક્રાઇમબ્રાંચે જરૂરી ડોક્યુમેન્ટ મેળવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.