તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:બાયોડિઝલના નામે કેમિકલ વેચનારા સામે કાર્યવાહી થશે

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ લેવલ કમિટિ બનાવવા CMનો આદેશ

બાયો ડિઝલના નામે ભળતું જ કેમિકલ વેચાતું હોવાની વ્યાપક ફરિયાદને ધ્યાને લઇને મુખ્યમંત્રી દ્વારા આવું કેમિકલ વેચનારા સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી એક સ્ટેટ લેવલ કમિટી બનાવવાનો આદેશ અપાયો છે.દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં બાયો ડિઝલના નામે બિલાડીના ટોપની જેમ પમ્પ ખુલી ગયા છે.

આ પમ્પ પરથી બાયો ડિઝલને બદલે ભળતું જ કેમિકલ યુક્ત કેમિલક વેચાવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ કેમિકલને લીધે વાહનને તો નુકસાન થાય જ છે. સાથે ઝેરી ગેસ ફેલાતો હોવાથી પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. આ અંગે સુરત તાપી પેટ્રોલ પંપ એસો. દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને અઠવાડિયામાં એક દિવસ ડિઝલની ખરીદી નહીં કરીને આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ દર્શન નાયકે પણ આ અંગે કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી આવા પમ્પ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં બાયો ડિઝલના નામે ભળતુ જ કેમિકલ વેચવા પર નિયંત્રણ લાવવા માટે સ્ટેટ લેવલ કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...