સચિન GIDC ગેસકાંડ:સચિન-પાંડેસરા GIDCમાં છેલ્લા 3 વર્ષથી કેમિકલ માફિયાઓ સક્રિય

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પોલીસે જે કેસ ચોપડે નોંધ્યા તે પણ લોકોએ શોધીને આપ્યા હતા
  • વર્ષ 2019થી લઈ અત્યારસુધી પોલીસને માંડ 4 કેસ હાથ લાગ્યા

પાંડેસરા અને સચિન જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષથી કેટલાક કેમિકલ માફિયાઓ સક્રિય થયા છે. ખાસ કરીને ટોળકી ઝેરી કેમિકલ એવી જગ્યાએ ખાલી કરતી હોય છે જયાથી કેમિકલ સીધું 2-3 કિલોમીટર દૂર દરિયાના પાણીમાં નીકળી જાય શકે તેના માટે ખાસ કરીને ટોળકી સચિન, પાંડેસરા અને સચિન જીઆઇડીસી વિસ્તારોની ખાડીમાં ઠાલવી દેતા હોય છે. આ કામ માટે કેમિકલ માફિયાઓની મહિનાની 5 થી 10 લાખની કમાણી હોય છે.

બે ગેંગમાં સંદીપ, ગભરૂ, રવિ, મારવાડી, સલીમ અને અજય ઝેરી કેમિકલના ટેન્કરો ખાલી કરવાનો વેપલો કરતા હોવાની આશંકા સામે આવી રહી છે. થોડા મહિના પહેલા પણ સચિન હોઝીવાલા પાસેથી બિનવારસી ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર પકડાયું હતું. તેમાં ખોટી બિલ્ટી અને ચલણ હતું.

ઉપરાંત વરીયાવ ગામ પાસે ડ્રેનેજ લાઈનમાં કેમિકલ ખાલી કરાતા સ્થાનીકો ભેગા થયા અને ચેક કરતા એક કેમિકલ ભરેલુ ટેન્કર પકડાયું હતું. સુરત પોલીસે વર્ષ 2019 થી લઈ અત્યાર સુધી એટલે વર્ષ 2022ના કેસ સાથે ગણીએ તો માંડ માંડ 4 કેસો પોલીસને હાથ લાગ્યા છે. કદાચ સુરત પોલીસ જો કેમિકલ માફિયાઓની સામે કડક કાર્યવાહી કરી હોત તો 6 લોકોના જીવ બચી ગયા હોત.

અન્ય સમાચારો પણ છે...