તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતના કતારગામમાં કેમિકલ ભરેલા છોટા હાથી ટેમ્પોમાં આગ લાગી, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

સુરત4 મહિનો પહેલા
રાત્રિના સમયે કેમિકલ ભરેલા ટેમ્પોમાં આગ લાગતાં આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. - Divya Bhaskar
રાત્રિના સમયે કેમિકલ ભરેલા ટેમ્પોમાં આગ લાગતાં આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો.
  • સમયસૂચકતા વાપરીને ડ્રાઈવર ટેમ્પો નીચે ઉતરી જતા બચાવ થયો

કતારગામ વિસ્તારમાં આવેલી લલીતા ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી.જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેમ્પામાં કેમિકલ ભરેલું હોવાનું બહાર આવતા ડરનો માહોલ પ્રસર્યો હતો. બીજી તરફ ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુમાં લઇ લીધી હતી.

ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી
કતારગામ સ્થિત લલીતા ચોકડી પાસે એક છોટા હાથી ટેમ્પો પસાર થઇ રહ્યો હતો દરમ્યાન ટેમ્પામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ સમય સૂચકતા વાપરી ટેમ્પો ડ્રાઈવર ટેમ્પામાંથી ઉતરી ગયો હતો. બીજી તરફ ટેમ્પામાં કેમિકલ ભરેલું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટનામાં ટેમ્પો સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો.

આસપાસમાં ડરનો માહોલ
ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લઇ લીધી હતી. જો કે ટેમ્પામાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નહોતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો