બોગસ બીલીંગ કેસોની તપાસ કરી રહેલા જીએસટી વિભાગને અવનવાં અનુભવ થઈ રહ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન 20થી વધુ જગ્યાએ કરાયેલી તપાસમાં ઘણા વેપારીઓ મળ્યા ન હતા જ્યારે કેટલાક લગ્નમાં હતા. આથી અધિકારીઓએ વિલા મોઢે પરત કરવું પડ્યું હતું. સીજીએસટી અને એસજીએસટી બંને ડિપાર્ટમેન્ટમાં આવી રહેલી નવા રજીસ્ટ્રેશનની અરજીઓમાં ફરજીયાત વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ રૂબરૂ જઈને પેઢી ખરેખર છે કે કેમ તે ચકાસી રહ્યા છે.
અધિકારી સૂત્રોએ જણાવ્યું કે જેટલા પણ નવા રજીસ્ટ્રેશનની અરજી આવી રહી છે તેમાં હાલ જોરશોરથી વેરિફિકેશન ચાલી રહ્યું છે. જેના અનુસંધાનમાં વેપારીઓના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવી રહ્યા છે. એક વેપારી ના લગ્ન હોય તે હાજર ન હતો તો ઘણા કેસમાં વેપારીઓ લગ્નમાં ગયા હોવાથી સ્ટેટમેન્ટ લઈ શકાયા ન હતા. વેપારી જેન્યુઇન છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ સ્પોટ પર જઈને ડોક્યુમેન્ટ માંગી રહ્યા છે. જે વેપારી ન મળે એને ડોક્યુમેન્ટ સાથે ડિપાર્ટમેન્ટમાં બોલાવાઈ રહ્યો છે. સીજીએસટીમાં તો છેલ્લા કેટલાક દિવસોમાં 50થી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવી છે.
CGSTની ખાસ વિંગ દિલ્હીથી પણ વિગતો મંગાવી રહી છે
CGSTએ દિલ્હીમાં એક વિંગ બનાવી છે. જે શંકાસ્પદ વ્યવહારમાં પેઢીના વેરિફિકેશન માટે લોકલ GSTને જણાવે છે. જેણે સ્થળનો ફોટો દિલ્હી મોકવાનો હોય છે. જોકે દિલ્હીની ઇન્કવાયરીમાં કોઈ મોટી ગેરરીતિ મળી નથી.
GST વિભાગનો 80ટકા સ્ટાફ ગુજરાતની ચૂંટણીમાં વ્યસ્ત
SGSTમાં 80ટકા સ્ટાફ ઇલેક્શનમાં હોવાથી અધિકારીઓ અગત્યનું હોય તો સર્ચ કરે છે. તાજેતરમાં જ 90 કરોડથી વધુની ITC ચોરી મળી છે. CA નીરજ બજાજ કહે છે, અધિકારીઓ હરાજી કરીને પણ વસૂલાત કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.