તપાસ:GSTને ચૂનો લગાડનાર ચૂનાના વેપારીને ત્યાં CGSTની તપાસ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા, માલ ખરીદનારની પણ તપાસ થશે

ચુનાનો વેપાર કરનારે જીએસટી વિભાગને જ ટેક્સ રૂપી ચુનો લગાવ્યો હતો. જેમાં આજે સીજીએસટી વિભાગે લાંબા સમય બાદ આળસ ખંખેરીને તપાસ હાથ ધરી હતી. કુલ 6 જગ્યાએથી ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા. કેટલાંક કાગળો જપ્ત પણ કર્યા હતા. 2 વર્ષથી સાવ સુષુપ્ત અવસ્થામાં રહેલી સીજીએસટીની કામગીરી બાબતનો અહેવાલ અગાઉ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયો હતો.

અઠવાલાઇન્સમાં ચુનાનો વેપાર કરનારા વેપારીએ ચુનાની ક્વોલિટીના આધારે 12 ટકા ટેક્સ ભરવાની જગ્યાએ પાંચ જ ટકા ટેક્સ ભર્યો હતો. ટેકનિકલ કારણસરના આ ઓપરેશનમાં અધિકારીઓએ વેપારીની ઓફિસે પણ સર્ચ હાથ ધરી હતી અને પાછલા વર્ષોના પણ હિસાબો ચકાસ્યા હતા. વેપારી પાસે જેણે-જેણે માલ ખરીદયો છે તેની પણ તપાસ કરાશે.

ક્વોલિટી માટે ચૂનાનો નમૂનો પરિક્ષણ માટે મોકલાયો
ચુનો કઇ કવોલિટીનો છે એ ચકાસવા માટે અધિકારીઓએ ચુનાનો નમૂનો પરિક્ષણ માટે મોકલ્યો છે. અધિકારી કહે છે કે, ચુનાની ક્વોલિટીના આધારે 5 કે 12 % ટેક્સ લાગે એ નક્કી થાય છે. વેપારી કહે છે કે તેનો ચુનો 5 %ના દાયરામાં આવે છે જ્યારે ડિપાર્ટમેન્ટનું માનવુ છે કે તે 12 %ના દાયરામાં છે.

અન્ય સમાચારો પણ છે...