રૂપિયા 20 લાખના વ્યવહારના એક કેસમાં ચેક બાઉન્સ થતાં કોર્ટે આરોપી બિલ્ડર વીપીન જરીવાલાને એક વર્ષની સજા અને રૂપિયા 20 લાખના દંડનો હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપીને દોષિત ઠરાવવા માટેના ન્યાય નિર્ણયને જોતા તેમજ આરોપીએ કરેલી આર્થિક કૃત્ય ધ્યાને લેતા તેમજ આરોપી ઉપર કુટુંબના ભરણપોષણની જવાબદારી છે તે ધ્યાને લેતા ન્યાયના હિતમાં હુકમ કરવામાં આવે છે.
કેસની વિગત મુજબ, ફરિયાદી પ્રણવ કાગળવાલા પાસેથી આરોપી બિલ્ડર વીપીન ઇન્દરમલજી જરીવાલા (રહે. જશ એપાર્ટમેન્ટ, ઉમરા) તા. 20મી ફેબ્રુઆરી, 2019ના રોજ દસ લાખ અને 14મી માર્ચ, 2019ના રોજ વધુ દસ લાખ મળી કુલ 20 લાખ મેળવ્યા હતા. આ રકમ એપ્રિલમાં ચૂકવી આપવાનું જણાવાયુ હતુ. આરોપી બિલ્ડરએ આ રકમ ચૂકવવા માટે ચેક આપ્યા હતા, જે બાઉન્સ થતાં સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
કોર્ટમાં કેસ અગાઉ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ સંતોષજનક જવાબ ન મળતા મામલો કોર્ટમાં ગયો હતો. કોર્ટમાં દલીલો બાદ કોર્ટે આરોપીને એક વર્ષની સજા, રૂપિયા 20 લાખના દંડનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.