હુકમ:ચેક બાઉન્સ: 4 ડિરેકટરને 1 વર્ષની સજા, 23 લાખનો દંડ

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરતના ડિરેક્ટરે આપેલો ચેક રિટર્ન થયો હતો
  • નવસારીની કંપનીને 78 લાખ આપ્યા ન હતા

ચેક બાઉન્સના એક કેસમાં મુદત દરમિયાન હાજર નહીં રહેતા સિસ્કો ઇન્ડસ્ટ્રીઝના 4 ડિરેકટરને કોર્ટે 1 વર્ષની સજા અને રૂ. 23.60 લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ ચોથા એડિશનલ સિનિયર સિવિલ જજ હરિશ વર્માએ કર્યો હતો. કેસની વિગત મુજબ, નવસારીની સૂર્યા એક્ઝિમ લિ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લી. સાથે ડાયરેક્ટ કન્સાઇન્મેન્ટનું કામ કરે છે.

ફરિયાદી કંપની પાસેથી જ અન્ય કંપનીઓએ પેટ્રોલિયમ પ્રોડક્ટ સંબંધિત વ્યવહાર કરવાના હોય છે. સુરતના રિંગ રોડ ખાતે આવેલી સિસ્કો ઇન્ડસ્ટ્રીઝ લી. તથા તેના ડિરેકટર્સ ભરત ભુષણ જૈન, સિધ્ધાર્થ ભૂષણ જૈન, સૈરભ બી. જૈન અને મહાદેવ રોય (તમામ રહે. રાજહંસ કોમ્પલેક્સ, રિંગરોડ, સુરત)એ ફરિયાદી સૂર્યા અેક્ઝિમ લી. મારફત આઇઓસીમાંથી લિનિયર લો ડેન્સિટી પોલિથીનનો જથ્થો ખરીદયો હતો.

એકાઉન્ટ મુજબ રૂપિયા 78.59 બાકી પડતા હતા. જેના પાર્ટ પેમેન્ટ પેટે આરોપીઓએ રૂપિયા 20 હજારનો ચેક આપ્યો હતો. જે પરત ફરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીઓેને પુરતી તક અપાઈ હતી પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. ફરિયાદી કંપનીના વકીલ ધર્મેશ ગાંધીની દલીલો બાદ કોર્ટે આરોપીઓને એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...