છેતરપિંડી:મુંબઈની કોચીન શિપયાર્ડના નામે ખોટો મેઈલ કરી ઉધનાની કંપની સાથે 67 લાખની ચીટિંગ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી ચીટર ફરાર

ઘોઘા ફેરી રો સર્વિસ ચલાવતી ઇન્ડિગો સિવેલ કંપનીમાં મુંબઇની કોચીન શિપયાર્ડના નામે બોગસ ઇમેલ કરીને ભેજાબાજ રૂ.67.79 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને નાસી ગયાનો બનાવ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયો છે.

ઉધના ચાર રસ્તા સ્થિત ડિટોક્ટ હાઉસમાં ઇન્ડિગો સિવેલ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. આ કંપની ઘોઘા ફેરી રો સર્વિસ ચલાવી રહ્યા છે. કંપનીએ મુંબઇની કોચિન શિપયાર્ડ કંપનીમાં પોતાની એક શીપને રિપેરિંગ માટે મોકલાવેલી છે. દરમિયાનમાં તા.10મી ફેબ્રુઆરીના રોજ સવારે આ કંપની પર કોઇ ભેજાબાજે કોચીન શિપયાર્ડ કંપનીના નામે બોગસ મેઇલ કરીને પેમેન્ટ રિક્વેસ્ટ કરી હતી.

આ મેઇલને સાચો સમજીને કંપનીના એકાઉન્ટન્ટ સમકીત નટવરલાલા મહેતા( રહે, વેસુ ટાઇમ્સ કુલઝરીયા)એ મેઇલમાં આપેલી ડિટેઇલ મુજબ બેન્ક અોફ ઈન્ડીયાના એકાઉન્ટમાંથી રૂ.67,79,398 અોનલાઈન ટ્રાન્સફર કરાવી આપ્યા હતા. જોકે, બાદમાં મુંબઇની કંપનીનો સંપર્ક કરતા તેમને કોઇ પેમેન્ટ મળ્યું ન હોવાનું જણાવ્યું હતું.

પોતાની સાથે છેતરપિંડી થયાની જણાતા સમકીત મહેતાએ બનાવ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડવા અંગેની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...