તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતના સલાબતપુરામાં કાપડ વેપારી પાસેથી 30.68 લાખનો કાપડનો માલ ખરીદી કોલકત્તાના વેપારીએ નાણા નહી ચૂકવી ઠગાઈ આચરી હતી. આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
65.48 લાખનો કાપડનો માલ ખરીદ્યો
સુરતના સીટી લાઇટ વિસ્તારમાં રહેતા આયુષ સંતોષભાઇ મખારીયા કોહીનુર માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તેઓની પાસેથી વર્ષ 2019માં અલગ અલગ સમયે અલગ અલગ બીલ ચલણથી કોલકત્તામાં રહેતા સ્વસ્તિક ક્રિયેશનના પ્રોપ્રાયટર અશોકકુમાર શ્યામ સુખાએ 65.48 લાખનો કાપડનો માલ ખરીદ્યો હતો. સુરતના વેપારીએ તે માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલી આપ્યો હતો.
ઉઘરાણી કરતા ધમકીઓ અપાઈ
આ અંગે વેપારીએ નાણાની ઉઘરાણી કરતા કોલકત્તાના વેપારીએ 15 લાખનો ચેક આપ્યો હતો. જે બેંકમાં નાખતા બાઉન્સ થયો હતો. તેમજ અમુક માલ પસંદ ન આવતા 32.16 લાખનો માલ પરત મોકલી દીધો હતો. જયારે બાકીના 30.68 લાખ રૂપિયા ચૂકવ્યા ન હતા. નાણાની ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ સમગ્ર મામલે સુરતના કાપડ વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.