છેતરપિંડી:સુરતમાં યાર્નના વેપારી પાસેથી 9.86 લાખનો સામાન ખરીદી સસ્તામાં વેચી રોકડી કરી લેનારા ભેજાબાજે પેમેન્ટ ચૂકવ્યું નહી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઠગ સામે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ઠગ સામે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે(ફાઈલ તસવીર)
  • અઠવાડિયામાં પેમેન્ટ આપવાનું કહી કોટન યાર્નનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું નહી

સુરતના ઉધના, બી.આર.સી રોડ ગુરુસુદર્શન ટ્રેડીંગના નામે યાર્નનો ધંધો કરતા વેપારી પાસેથી અઠવાડિયામાં પેમેન્ટ ચુકવી આપવાનું કહી કાપોદ્રાના વાલમ રામ જરીના પ્રોપરાઈટરે કોટન યાર્નનો માલ ખરીદ્યો હતો. માલ માર્કેટમાં સસ્તા ભાવમાં રોકડામાં વેચાણ કરી વેપારીને તેના માલના નાણાં નહી ચૂકવી છેતરપિંડી કરી હતી.9.86 લાખનો સામાન ખરીદી સસ્તામાં વેચી રોકડી કરી લેનારા ભેજાબાજે પેમેન્ટ ચૂકવ્યું નહી. જેથી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વિશ્વાસમાં લઈને માલ ખરીદ્યો
ઉધના પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ અલથાણ ગીરીધર દ્વાર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ મહાવીરપ્રસાદ જૈન (ઉ.વ.40) યાર્નના ધંધા સાથે સંકલાયેલા છે. બી.આર.સી રોડ પ્લોટ નં- સી-102માં ગુરુ સુદર્શન ટ્રેડીંગના નામથી ધંધો કરે છે. થોડા મહિના પહેલા મુકેશભાઈ પાસે અલ્પેશ માવાણી નામનો વ્ય.કિત મળવા માટે આવ્યો હતો. પોતાની ઓળખ વરાછા રોડ કાપોદ્રા ખાતે શ્રી કૃપા ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં વાલમ રામ જરીના નામે કોટન યાર્ન લે-વેચનું કામ કરતો હોવાનુ કહી વ્યાપારીક સંબંધો વિકસાવ્યા હતા.ત્યારબાદ અલ્પેશ અવાર નવાર ફોન ઉપર વાતચીત કરી માર્કેટમાં તેનુ ખૂબ જ મોટુ નામ છે. મારી સાથે કોટન યાર્નનો વેપાર ધંધો કરશો તો તમને પણ લાભ થશે. ઉપરાંત બીજા ગ્રાહકો પણ લાવી આપીશ અને તમારી પાસેથી જે માલ લઈશ તેના નાણા કહ્ના મુજબ સમયસર ચુકવી દઈશ હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો.

20 તબક્કામાં માલ ખરીદ્યો
મુકેશભાઈ પાસેથી અઠાવાડિયામાં પેમેન્ટ ચૂકવી દેવાનુ કહી અલ્પેશ માવાણી ગત તા 11 માર્ચ 2020૦થી 20 સપ્ટેમ્બર 2021 દરમ્યાન અલગ અલગ 20 તબક્કામાં કુલ રૂપિયા 11.92 લાખનો કોટન યાર્નનો માલ ખરીદ્યો હતો. જેમાંથી રૂપિયા 2.6 લાખ ચૂકવ્યા હતા. જયારે બાકી નીકળતા રૂપિયા 9.86 લાખની અવાર નવાર માંગણી કરવા છતાંયે આપ્યા નહોતા. માલ માર્કેટમાં બીજી જગ્યાઍ સસ્તા ભાવે રોકડામાં વેચી દીધો હોવા છતાંયે મુકેશભાઈને તેના માલના નાણાં ચૂકવ્યા ન હતા. બનાવ અંગે પોલીસે મુકેશભાઈની ફરિયાદ લઈ અલ્પેશ માવાણી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.