છેતરપિંડી:રૂપિયા ટ્રાન્સફર થયાનો ફોનમાં ખોટો મેસજ બતાવી ઠગાઇ કરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જ્યુસવાળા સાથે બે ચીટરોનું કારસ્તાન

રૂપિયા ટ્રાન્સફર કર્યાનો ખોટો મેસેજ બતાવીને બે ચીટરોએ ફુટપાથ પર જ્યુસ વેચતા જ્યુસવાળા સાથે એક હજારની ઠગાઇ કરી હતી. અઠવાલાઇન્સ લાલ બંગલા પાસે ફુટપાથ પર જ્યુસ વેચીને પેટીયું રડતા બંસતકુમાર રામસજીવન જ્યસ્વાલ પાસે ત્રીજી જાન્યુઆરી બપોરે મોપેડ પર બે ચીટરો આવ્યા હતા. બન્ને ચીટરોએ લારી પરથી 100 રૂપિયાનું જ્યુસ પાર્સલ કરાવ્યું હતું. જયારે લારીવાલાને પૈસા આપવાની વાત આવી ત્યારે તેણે પેટીએમ કરવાની વાત કરી હતી.

જો કે ચીટરે પોતાના મોબાઇલમાં કેમેરો ચાલતો ન હોવાનું જણાવી લારીવાળાના મોબાઇલ નંબર માંગી 1000 રૂપિયા જમા કરાવેલા હોય એવો ટેક્સ્ટ મેસેજ 2-1-22નો બનાવેલો મોકલી આપ્યો હતો. બાદમાં ભૂલથી 1000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા એમ કહી લારીવાળા પાસેથી બીજા 900 રૂપિયા અને જ્યુસ બન્ને લઈ 1 હજારનો ચૂનો ચોપડી બન્ને મોપેડ પર ફરાર થયા છે. આ અંગે લારીવાળાએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચીટિંગનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે મોપેડની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...