ઠગાઈ:રૂ.64 હજારની 27 મણ કેરી ખરીદી ચીટર ટોળકી રૂપિયા ન આપી ફરાર

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીના વેપારીને ઠગે ઘરેથી પૈસા આપવાનું કહી સાથે લઈ જઈ રસ્તામાં ગુમ થયો

ચીટીંગ કરતી ટોળકીએ હવે કેરીના વેપારી સાથે 64800 રૂપિયાની ઠગાઈ કરી છે. નવસારી ગણદેવી વણગામ ખાતે રહેતા અને ખેતીનું કામ કરતા 31 વર્ષીય હાર્દીક રામજીભાઈ પટેલ કેરીનો વેપાર કરે છે. હાર્દીકના મિત્રે સોશ્યિલ મીડિયા પર કેરીના ફોટાઓ મુકી ઓનલાઇન વેચાણ કરતા હતા. પહેલી જૂને મિત્રના સોશ્યિલ મીડિયા પર 8 મણ કેરીનો ઓર્ડર આવ્યો હતો.

પછી સોમનાથ સેલ્સ નામથી એકાઉન્ટ બનાવી ધવલ નામના શખ્સે 4 મણ કેરી પુણા પાટિયા પાસે આપી જવાની વાત કરી હતી. આથી વેપારી વાનમાં 4 મણ કેરી આપવા આવ્યા ત્યારે 10 હજારની રકમમાંથી 8 હજાર રોકડા આપી બાકીના 2 હજાર ઓનલાઇન પેમેન્ટ કર્યુ હતું. થોડા દિવસો પછી ધવલે ઓનલાઇન 30 મણ કેરીનો ઓર્ડર આપ્યો હતો.

આથી વેપારી કારમાં 30 મણ કેરીના બોક્સ લઈ ડિલિવરી કરવા માટે પુણા ઈન્ટરનેશનલ ફેશન માર્કેટ પાસે આવ્યા હતા. વેપારીએ ઈન્ટરનેશનલ ફેશન માર્કેટ પાસે પહેલા 27 મણ કેરીના બોક્સ ખાલી કરી બાકીના 3 મણ કેરીનો માલ ધવલે તેના ઘરે ડિલિવરી કરી રૂપિયા આપવાની વાત કરી હતી. પછી ધવલે મોપેડ પર આગળ નીકળ્યો અને વેપારી તેની પાછળ કારમાં હતો. અચાનક ધવલે રસ્તામાંથી ગાયબ થયો હતો, આથી વેપારીએ તેને કોલ કરતા ચાર રસ્તા પાસે ઊભા રહો એવી વાત કરી હતી.

થોડીવાર સુધી રાહ જોયા છતાં ન આવતા ધવલને કોલ કરતા તેનો ફોન બંધ આવતો હતો. વેપારીએ જે જગ્યા પર કેરીના બોક્સ મુક્યા હતા તે જગ્યા પર જતા ત્યાંથી કેરીનો બોક્સ ગાયબ હતા. 27 મણ કેરી 64800ની કિંમતની હતી. ચીટીંગનો ભોગ બનેલા વેપારીએ પુણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ધવલ અને તેના સાગરિતો સામે ગુનો નોંધ્યો છે.

વેપારી ડિલિવરી માટે ગણદેવીથી સુરત આવ્યા હતા
ગણદેવીના વેપારી ડિલિવરી મુજબ કારમાં 30 મણ કેરીના બોક્સ લઈ પુણા ઈન્ટરનેશનલ ફેશન માર્કેટ પાસે આવ્યા હતા. વેપારીએ ઈન્ટરનેશનલ ફેશન માર્કેટ પાસે પહેલા 27 મણ કેરીના બોક્સ ખાલી કરી બાકીના 3 મણ કેરીનો માલ ઠગ આરોપી ધવલે તેના ઘરે ડિલિવરી કરી રૂપિયા આપવાની વાત કરી હતી. પછી ધવલે મોપેડ પર આગળ નીકળ્યો અને વેપારી તેની પાછળ કારમાં હતો. ત્યારબાદ રસ્તામાં ઠગ બાઈક પર ફરાર થઈ ગયો હતો. વેપારીએ તેને શોધ્યો છતાં ન મળ્યો હતો. બાદમાં વેપારીએ ઠગને કોલ કરતાં તેને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...