તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણો દૂર:કોર્પોરેટરોએ ફરિયાદ કરી તો ચૌટા બજારના દબાણો દૂર કરી દેવાયા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચૌટા બજારમાં પાલિકાના ચાર ઝોનના સ્ટાફ દ્વારા દબાણ દૂર કરાયું હતું. - Divya Bhaskar
ચૌટા બજારમાં પાલિકાના ચાર ઝોનના સ્ટાફ દ્વારા દબાણ દૂર કરાયું હતું.
  • લારી, કેબીન સહિત 282 પાથરણા જપ્ત કરાયા, વિવાદ નહીં થાય એટલે પોલીસ-પાલિકાના 100થી વધુ કર્મચારીઓને સાથે રખાયા

ચૌટાબજારમાં મોટાપાયે દબાણ હોવાની ફરિયાદ કોર્પોરેટરે કરતા પાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ કામગીરીમાં 4 ઝોનનો સ્ટાફ જોડાયો હતો.

ચૌટાબજાર-ખપાટીયા ચકલાંથી ચૌટાપુલ ચાર રસ્તા, ચેતના રેસ્ટોરન્ટથી સાહોલી શો રૂમ સુધીના જાહેર રસ્તા ઉપર દુકાનદારો તેમજ લારીગલ્લાવાળા, પાથરણા અને ફેરિયાઓ દ્વારા માલસામાન મુકી દબાણ કરાય છે. પોલીસ બંદોબસ્ત સાથે સેન્ટ્ર્લ ઝોન સાથે અઠવા , લિંબાયત અને વરાછા ઝોનના દબાણનો સ્ટાફ દબાણ સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી. 9 લારી, 4 કેબીન, 269 પાથરણા તથા 114 વસ્તુ જપ્ત કરી હતી. 3 નાયબ ઇજનેર, 8 જુનિ.આસિ.ઇજનેર, 4 સુપરવાઇઝર, 5 આસિટન્ટ ટેકનિકલ, 90 બેલદાર-દબાણનો સ્ટાફ, 15 ગાર્ડ અને 7 ટ્રક કામે લગાડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...