• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Charging Stations Will Be Sanctioned At A Cost Of Rs 34 Crore In Surat, 25 Out Of 50 Charging Stations And 25 Fast Charger Stations Will Be Set Up.

આયોજન:સુરતમાં 34કરોડના ખર્ચે ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરીની  કવાયત, 50 ચાર્જિંગ સ્ટેશનો પૈકી 25 સ્લો અને 25 ફાસ્ટ ચાર્જર સ્ટેશન ઉભા કરાશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનું આયોજન તેજ કરાયું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાલિકા દ્વારા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનું આયોજન તેજ કરાયું છે.(ફાઈલ તસવીર)
  • લાઈટ એન્ડ ફાયર કમિટી દ્વારા શહેરમાં કામગીરી તેજ કરાઈ

સુરત કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં ધરખમ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને પગલે આ વર્ષના અંત સુધીમાં શહેરની અંદર ઇલેક્ટ્રિક વાહનો દોડતા રસ્તાઓ પર દેખાશે. તેની તૈયારીના ભાગરૂપે લાઇટ એન્ડ ફાયર વિભાગ દ્વારા આજે કોર્પોરેશન ખાતે કમિટીમા 50 ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. આજે લાઇટ એન્ડ ફાયર એસ્ટીન્ગવિસ કમિટીમાં મંજૂરી માટે મૂકવામાં આવશે.

ચાર્જિંગ સ્ટેશનો પીપીપી ધોરણે બનશે
મનપાની સ્થાયી સમિતિમાં 28 ઓક્ટોબરના દિવસે ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી 2021 ને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં શહેરમાં માં ટ્રાન્સપોર્ટેશન માં ઇલેક્ટ્રિક વાહનો ના ઉપયોગમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.તેમજ મોટા વિભાગોની અંદર વપરાતા વાહનો પણ ઈલેક્ટ્રીક હોય તે દિશામાં કામ કરવાની જાહેરાત થઈ હતી. આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં 500 જેટલા ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની યોજના છે. જેમાં 200 ચાર્જિંગ સ્ટેશનો મનપા અને 100 જેટલા ચાર્જિંગ સ્ટેશનો પીપીપી ધોરણે તૈયાર થશે.

સબસીડી અપાશે
લાઈટ અને ફાયર કમિટીના ચેરમેન કિશોર મીયાણીએ જણાવ્યું કે, શરૂઆતના તબક્કામાં 50 જેટલા ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવી રહ્યા છે. આ તમામ ચાર્જિંગ સ્ટેશનનો મનપાની જગ્યા ઉપર જ તૈયાર કરાશે. ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી સબસીડી મળે છે. જેમાં સ્લો ચાર્જિંગ સ્ટેશનોમાં 25 ટકા સબસિડી અને ફાસ્ટ ચાર્જિંગ માં 75 ટકા સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા મળે છે. જોકે શરૂઆતમાં તમામ ખર્ચ સુરત મહાનગરપાલિકાએ ઉપાડવાનો રહે છે. આગામી દિવસોમાં જેમ વાહનોની સંખ્યામાં વધારો થતો જશે તે ધ્યાનમાં રાખીને નવા ચાર્જિંગ સ્ટેશનો પીપીપી ધોરણે પણ ઝડપથી શરૂ કરાશે.