સાક્ષીઓના નિવેદન:સલાબતપુરામાં 14 વર્ષની દીકરી પર રેપના કેસમાં સાત દિવસમાં ચાર્જશીટ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 76 પાનાની ચાર્જશીટ રજૂ કરી, 24 સાક્ષીઓના નિવેદન લીધા

સલાબતપુરામાં 14 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવાના બનાવમાં સલાબતપુરા પોલીસે આરોપીની ધરપકડ થયાના સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બે દિવસ પહેલા પાંડેસરા પોલીસે પણ માત્ર સાતમાં દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

10મી નવેમ્બરના રોજ સલાબતપુરામાં 14 વર્ષીય મુમતાઝ (નામ બદલ્યું છે) સાથે તેના સગા પિતા ઇમરાન(નામ બદલ્યું છે)એ બળાત્કાર ગુજાર્યો હતો. ઇમરાને નાની દીકરી સાથે પણ છેડતી કરી હતી. સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરીને 11મી તારીખે આરોપી ઇમરાનની ધરપકડ કરી હતી. ઇન્સ્પેક્ટર એમ. વી. કીકાણીએ ઝડપી અને ફળદાયી તપાસ કરી હતી.

પોલીસે માત્ર સાત દિવસમાં એફએસએલનો રિપોર્ટ મેળવી લીધો હતો અને 24 સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા હતા. ભોગ બનનાર બંને બહેનોનું મેજીસ્ટ્રેટ સમક્ષ 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપી ઇમરાનને મેડિકલ કરાવવા માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

ત્યારે તેણે ડોક્ટર સમક્ષ કબૂલાત કરી હતી કે તેનાથી રાત્રે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તે ડોક્ટરનું નિવેદન પણ તપાસમાં મહત્વુનં રહ્યું હતું. પોલીસે કુલ 76 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આગામી નજીકના દિવસમાં બોર્ડ પર કેસ ચાલુ થઈ જશે.

આ કેસ પણ અન્ય બળાત્કારના કેસોની જેમ ઝડપથી ચાલશે. આ બાબતે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, હાલ રેપના તમામ કેસોમાં ઝડપથી ચાર્જશીટ થઈ રહ્યા છે પરંતુ એમ સામાન્ય સંજોગોમાં પણ તમામ ગુનામાં સુરત પોલીસ ઝડપથી તપાસ પુર્ણ કરીને ચાર્જશીટ કરવામાં મોખરે છે.

અન્ય સમાચારો પણ છે...