ક્રાઇમ:સચિનની બાળકીના રેપ કેસમાં 10 દિવસમાં જ ચાર્જશીટ દાખલ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષની બાળકીનું અપહરણ કરી 3 સંતાનના પિતાએ રેપ કર્યો હતો

સચીન જીઆઈડીસીમાં રહેતી 4 વર્ષની બાળકીનું અપહરણ કરી 3 સંતાનના પિતાએ રેપ કર્યો હતો. આ કેસમાં પોલીસે 10 દિવસમાં જ ગુરુવારે કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. આ પહેલા ડિસેમ્બર-20માં પાંડેસરામાં બળાત્કારના કેસમાં આરોપી પકડાયા પછી 13 દિવસમાં પોલીસે ચાર્જશીટ કરી હતી.

વધુમાં સચીન જીઆઇડીસી પોલીસે 250 પાનાની ચાર્જશીટમાં 60 સાક્ષી છે. ઉપરાંત પોલીસે આ કેસમાં ફોરેન્સીક પુરાવા મેળવવા એફએસએલના ઉચ્ચ અધિકારીઓની સાથે સંકલન કર્યુ હતું. જેના કારણે ગાંધીનગર અને સુરત એફએસએલમાંથી તમામ રિપોર્ટ આવી ગયા હતા. શરૂઆતમાં બનાવ બન્યો ત્યારે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. ત્યાર પછી બાળકી સચીન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલ પાસે ભર વરસાદમાં ઝાડી-ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી હતી.

બાળકીના ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાન હતા. જેના આધારે પોલીસે મેડિકલ પરીક્ષણ કરાવતા બાળકીનું ગળું દબાવી મોત નિપજાવવાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહિ બાળકી પર નરાધમે રેપ પણ કર્યો હતો. અપહરણની સાથે બળાત્કાર, પોક્સો, હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો ઉમેરો 13મી તારીખે આરોપી અજય ઉર્ફે હનુમાન નિશાદ(31)ને પકડી પાડયો હતો. 12મી ઓકટોબરે સવારે 9:30 કલાકે 4 વર્ષની બાળકી બે બા‌ળકો સાથે રમતી હતી તે વખતે બાળકો સાથે ઘરથી દૂર ચાલી ગઈ હતી.

બન્ને બાળકોએ કહ્યું કે, એક અંકલ બાળકીને લઈ ગયો હતો. માતાએ બાળકીને બપોર સુધી શોધખોળ કરી છતાં કોઈ વાવડ મળ્યો ન હતો. માતા બપોરે દોઢ વાગ્યે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશને આવી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ જે એરીયામાંથી બાળકીનું અપહરણ થયું ત્યાંના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં એક વ્યકિત બાળકીને લઈ જતો દેખાય છે. બાળકીને શોધવા પોલીસની 10 ટીમ બનાવાઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરા ટ્રેક કરતા આખરે મોડી સાંજે બાળકી ઝાડી-ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.

આરોપીની ચાલ-બોડી લેંગ્વેજ મેચ કરાઈ હતી
આરોપી મજૂરીકામ કરે છે અને 3 સંતાનના પિતા છે. સીસીટીવી કેમેરામાં આરોપી બાળકીને લઈને જાય છે. જેના આધારે આ કેસમાં ફોરેન્સીક ગેટ એનાલિસીસ દ્વારા આરોપીની ચાલ અને બોડી લેંગ્વેજ પણ મેચ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...