હુમલો:છેડતી કરનારને પકડવા જતાં સંબંધીઓ પર ચપ્પુથી હુમલો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોડાદરામાં મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાઓ પાસે યુવકો ફોન નંબર માગી પરેશાન કરતા હતા

ગોડાદરામાં મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાઓની બાઇક પર આવેલા બદમાશોએ છેડતી કરી હતી. પીછો કરીને મહિલાઓ પાસેથી ફોન નંબર માંગતા હતા.ત્યાર બાદ બદમાશોએ મહિલાઓના સંબંધીઓ પર તલવાર-ચપ્પુથી હુમલો પણ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર , ગુરુવારે મોર્નિંગ વોકમાં મહિલાઓ નીકળી ત્યારે ગોડાદરા બ્રીજ નીચે બાઇક પર 2 બદમાશ બેસેલા હતા. તેઓએ મહિલાઓ પાસેથી પુર ઝડપે મોપેડ હંકારી હતી. પછી પાછા આવીને મહિલાઓ પાસે તેમનો નંબર માંગતા હતા. આવું કહીને બદમાશો મહિલાઓના ઘર સુધી પહોંચી ગયા હતા.આ વાતની જાણ ઘરમાં કરતા તેમને શોધવા જતા 1 શખ્સ મળી આવ્યો હતો.તેનું નામ પૂછતાં તેનું નામ મુકેશ કન્હાળે છે. મુકેશને થોડો માર માર્યો હતો. ત્યાર બાદ થોડા સમયમાં મુકેશના સાગરિતો દીપક,પંડીત,રોહિત તલવાર અને ચપ્પુ લોકો પર હુમલો કર્યો હતો. જેમની છેડતી થઈ તે પૈકીની એક મહિલાના ભાઈને માથામાં અને હાથમાં તલવાર વાગી હતી. લોકો ગોડાદરા પોલીસે પહોંચતા ચારેય બદમાશો વિરુદ્ધ છેડતી અને હુમલાની ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...